Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

સુશાંત સાથેની ફિલ્મમાં રિયા

સુશાંતસિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી ડેટ કરી રહ્યા હોવાની વાતો ખુબ થઇ રી છે. આ બંને અનેક પાર્ટીઓમાં અને બીજા સ્થળોએ સાથે જોવા મળ્યા છે. કહેવાય છે કે બંને સાથે રજા ગાળવા પણ ગયા હતાં. ત્યાં હવે આ બંને એક સાથે ફિલ્મમાં જોવા મળશે તેવી વાત સામે આવી છે. ચર્ચા છેે કે એક ફિલ્મમાં સુશાંતસિંહ અને રિયાની જોડીને લેવામાં આવી છે. સુશાંતના કહેવાથી જ રિયાને આ ફિલ્મમાં લેવામાં આવી છે. જો કે ફિલ્મ વિશે વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી. હાલમાં સ્ક્રિપ્ટ સહિતનું કામ ચાલી રહ્યું છે. સુશાંતસિંહ અગાઉ ટીવી સ્ટાર અંકિતા લોખંડે સાથે રિલેશનશીપમાં હતો. એ પછી ક્રિતી સેનન સાથે નામ જોડાયું હતું. હવે રિયા સાથે તે જોવા મળી રહ્યો છે. રિયા ચક્રવર્તી છેલ્લે ફિલ્મ જલેબીમાં જોવા મળી હતી. સુશાંતસિંહની છિછોરે હાલમાં જ રિલીઝ થઇ છે અને લોકોને ગમી છે. તેમાં શ્રધ્ધા કપૂર તેની સાથે છે.

(9:49 am IST)