Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

દિપીકા બાદ યામી સાથે વિક્રાંતની જોડી

વિક્રાંત મેસ્સીને દિપીકા પાદુકોણ સાથે ફિલ્મ મળ્યા પછી હવે તે યામી ગૌતમ સાથે કામ કરવાનો છે. મેઘના ગુલઝારના નિર્દેશનમાં બનેલી ફિલ્મ છપાકમાં વિક્રાંતની જોડી દિપીકા પાદુકોણ સાથે છે. હવે વિક્રાંત નવી ફિલ્મ 'ગિન્ની વેડ્સ સની'નું શુટીંગ શરૂ કરી રહ્યો છે. આ ફિલ્મમાં વિક્રાંત સનીના રોલમાં અને યામી ગૌતમ ગિન્નીનો રોલ નિભાવી રહ્યા છે. ટાઇટલ જોતાં આ એક મેરજે ડ્રામા ફિલ્મ હોવાનું લાગે છે. છોકરો-છોકરી પ્રેમમાં પડ્યા છે પરંતુ લગ્ન માટે હજુ તૈયાર નથી, તેમના કેટલાક સપનાઓ છે. કહાની ત્યારે વળાંક લે છે જ્યારે સની ગિન્નીની માતાનું દિલ જીતવાનો પ્રયાસ કરે છે. વિક્રાંત કહે છે આ ફિલ્મની સ્ક્રિપ્ટ મને ખુબ પસંદ પડતાં મેં કામ સ્વીકારી લીધું હતું. નવજોત ગુલાટી અને સુમિત અરોડાએ મળીને સ્ક્રિપ્ટ લખી છે. સ્ત્રી ફિલ્મની સ્ક્રિપ્ટ પણ આ બંનેએ લખી હતી. વિક્રાંત આ ફિલ્મમાં ડાન્સ કરતો પણ જોવા મળશે.

(9:49 am IST)