Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

જયંતી લાલ ગડાની સાઉથ ફિલ્મ એસ થ્રિની રીમેકમાં સન્ની આઉટ, વિદ્યુત જામવાલ ઈન

મુંબઈ:ફિલ્મ નિર્માતા જયંતી લાલ ગડા અને તેમના પેન સ્ટુડિયોએ સાઉથની સુપરહિટ ફિલ્મ એસથ્રીના હીરો તરીકે સની દેઓલને પડતો મૂકીને કમાન્ડો ફેમ વિદ્યુત જામવાલને સાઇન કર્યો હોવાની માહિતી મળી હતી.રસપ્રદ વાત   છે કે એસથ્રી સુપરહિટ સિરિઝ સિંઘમની ત્રીજી કડી છે. અગાઉ ટોચના ફિલ્મ સર્જક અને ૧૦૦ કરોડની ફિલ્મ ક્લબના સ્થાપક રોહિત શેટ્ટીએ અજય દેવગણ સાથે હિન્દીમાં સિંઘમની બે કડી બનાવી હતી જે સુપરહિટ નીવડી હતી. ત્રીજી કડીના રાઇટ્સ પણ રોહિત શેટ્ટી પાસે છે. આમ છતાં જયંતીલાલ ગડાએ સિંઘમની ત્રીજી કડી બનાવવાની જાહેરાત કરી ત્યારે બોલિવૂડમાં ખળભળાટ થયો હતોઅગાઉ બેટલ ઑફ સારગઢી કથા સાથે પણ આવું બન્યું હતું. બેટલ ઑફ સારગઢી પરથી કરણ જોહર અક્ષય કુમારને લઇને કેસરી નામે ફિલ્મ બનાવી રહ્યો છે તો બીજી બાજુ કથા પરથી અજય દેવગણ પણ ફિલ્મ બનાવી રહ્યો છે. કોની ફિલ્મ પહેલાં રજૂ થશે અને કોની ફિલ્મ હિટ નીવડશે જોવાનું છે.જયંતીલાલ ગડાએ અગાઉ સિંઘમ થ્રી માટે સની દેઓલને સાઇન કર્યો હતો પરંતુ સનીની યમલા પગલા દિવાના ફિર સે બોક્સ ઑફિસ પર પીટાઇ જતાં ગડાએ એને પડતો મૂકીને કમાન્ડો ફેમ વિદ્યુત જામવાલને ફિલ્મ માટે સાઇન કર્યો હતો. હાલ વિદ્યુત કમાન્ડો થ્રીના શૂટિંગમાં વ્યસ્ત છે. સિંઘમ થ્રી આવતા વર્ષના ફેબુ્રઆરીમાં ફ્લોર પર જવાની શક્યતા છે.

(5:17 pm IST)