Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સ્વિત્ઝરલેન્ડમાં બોલીવુડની હવાહવાઈ શ્રીદેવીની બનશે મૂર્તિ

મુંબઈ: અદાકારા શ્રીદેવીની સુંદરતાના અનેક લોકો દીવાના છે. શ્રીદેવીના ફેન્સ ભારતમાંજ માત્ર નહિં પણ વિદેશમાં પણ મોટી સંખ્યામાં છે. આજે વિદેશમાં પણ તેને યાદ કરવામાં આવે છેત્યારે તો બોલિવુડની હવાહવાઈ કહેવાતી શ્રીદેવીની સ્વિત્ઝરલેન્ડમાં મૂર્તિ સ્થાપિત કરવામાં આવી રહી છે. બોલિવુડ માટે સૌથી મોટી ખુશીની વાત છે.શ્રીદેવીએ સ્વિત્ઝરલેન્ડમાં અનેક ફિલ્મોનું શૂટિંગ કર્યું હતુંતે પહેલી અભિનેત્રી હતી કે જેણે સ્વિત્ઝરલેન્ડના પહાડો પર નૃત્ય કરતા દ્રશ્યોનું ફિલ્માંકન કરાવ્યું હતું. તેના ડાન્સને જોઈને ભારતીયના દિલમાં ઈચ્છા પેદા થઈ કે જીવનમાં ઓછામાં ઓછું એક વાર સ્વિત્ઝરલેન્ડ તો ફરવા જવું . અનેક યાદગાર ફિલ્મો આપનારી હવે રૂપ કી રાની દુનિયામાંથી વિદાય લીધા પછી હજી પણ લોકોના દિલોદિમાગમાં એટલી તાજી યાદો સાથે જીવંત છે. તેની યાદમાં સ્વિત્ઝરલેન્ડમાં તેની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી રહી છે.મીડિયા અહેવાલો પ્રમાણે સ્વિસ સરકારે ઈન્ટરલેકનમમાં યશ ચોપડાની મૂર્તિ સ્થાપિત કરવા માટે ભારત સાથેના પોતાના લગાવને દેખાડ્યો છે. હવે સ્વિત્ઝરલેન્ડ ટૂરિઝમનને પ્રમોટ કરવામાં શ્રીદેવીના યોગદાનને જોતા તેના સન્માનમાં ત્યાં મૂર્તિ તેની મૂર્તિ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.વર્ષ 1994માં આવેલી ફિલ્મ સંગમ સ્વિત્ઝરલેન્ડમાં શૂટ થયેલી પહેલી બોલિવુડ ફિલ્મ હતી. તે  પછી બોલિવુડની અનેક ફિલ્મોનું શૂટિંગ ત્યાં થયું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મોને કારણે ભારતીય ટૂરિસ્ટ ત્યાંના સુંદર લોકેશન્સને લઈને ઉત્સાહિત રહે છે. શ્રીદેવી અને શાહરુખ ખાનની અનેક ફિલ્મોએ અનેક લોકોને અહિં આવવા માટે પ્રેરિત કર્યા છે. અહિં આવતા અનેક લોકો ફિલ્મોમાં દેખાડાતા સીન્સને રૂબરૂ જોવા યત્ન કર્યો છે. જો કે કોઈવાર દૂર્ઘટના પણ થઈ જાય છે પણ લોકોનો લગાવ ઓછો નથી થયો.સ્વિસ સરકાર હવે શ્રીદેવીની મૂર્તિને સ્થાપિત કરશે. રીતે ભારત પ્રત્યેનો પોતાનો લગાવ દર્શાવશે.

(5:15 pm IST)