Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

કેન્સરની બીમારીથી મિસ યૂનિવર્સ 1995 જીતનાર ચેલ્સી સ્મિથના નિધન

મુંબઈ:બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી સુષ્મીતા સેને રવિવારે મિસ યૂનિવર્સ 1995 જીતનાર ચેલ્સી સ્મિથના નિધન પર શોક પ્રકટ કર્યો હતો. લીનરના કેન્સરની બીમારીને કારણે 45 વર્ષની ઉંમરે ચેલ્સી સ્મિથનું નિધન થયુ હતુ. યૂએસએને રી-પ્રેઝન્ટ કરનાર ચેલ્સી સ્મિથે 1995માં મિસ યૂનિવર્સનો તાજ જીત્યો હતો. સુષ્મીતા સેને મિસ યૂનિવર્સનો તાજ પહેરાવ્યો હતો.સુષ્મીતાએ ટ્વીટ કરી જણાવ્યુ કે મને તેમનું હાસ્ય ખુબજ ગમતુ હતુ. તેમનું પરિપક્વ વ્યક્તિત્વ મને ખુબજ પસંદ હતુ. મારી પ્યારી દોસ્તની આત્માને ભગવાન શાન્તી અર્પે. મિસ યૂનિવર્સ 1995 સ્મિથ પોસ્ટ સાથે સુષ્મીતાએ એક ફોટો પણ શેર કર્યો હતો જેમાં યાદો તાજી થતી હતી જે ફોટામાં સુષ્મીતા સેને ચેલ્સી સ્મિથને મિસ યૂનિવર્સનો તાજ પહેરાવ્યો હતો. સ્મિથના નિધન પર ટેલિવિઝન સ્ટાર શેના મોક્લરે પણ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યુ કે દુખની ઘડી છે. મને સમાચાર મળ્યા ત્યારે ખુબ દર્દ થયુ. મારી ખુબસુરત દોસ્ત હવે આપણી સાથે નથી. 1995માં મિસ યૂનિવર્સનો તાજ જીતનાર ચેલ્સી સ્મિથને મિસ યૂનિવર્સ 1994 જીતનાર સુષ્મીતા સેને તાજ પહેરાવ્યો હતો.ચેલ્સી સ્મિથે ફિલ્મો અને ટેલિવિઝન ક્ષેત્રે કામ કર્યુ હતુ.

(5:14 pm IST)