Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ફિલ્મ 'સ્ત્રી'એ કરી 60 કરોડથી વધુની કમાણી

મુંબઈ:ટોચની કલાકાર જોડી રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ સ્ત્રી ટિકિટબારી પર ધીમી પણ મક્કમ ગતિથી આગળ વધી રહી હોવાની માહિતી મળી હતી. અત્યાર સુધીમાં ફિલ્મે ૬૦ કરોડથી વધુ આવક નોંધાવી હોવાનું ટ્રેડ પંડિતોએ નોંધ્યું હતું. ફિલ્મનું નિર્દેશન અમર કૌશિકે કર્યું છે અને ફિલ્મ ગયા સપ્તાહે રજૂ થઇ હતી. સાત દિવસમાં ૬૦ કરોડની આવક હોરર કોમેડી ફિલ્મ માટે સારી હોવાનંુ ટ્રેડ પંડિતો માને છે. ફિલ્મની સાથોસાથ રજૂ થયેલી ધર્મેન્દ્ર અને એના પુત્રોની ફિલ્મ યમલા પગલા દિવાના ફિર સે બેાક્સ ઑફિસ પર ભૂંડે હાલે પીટાઇ ગઇ હતી. ધર્મેન્દ્રના ચાહકો માને છે કે આવરદાના નવમા દાયકામાં પ્રવેશેલા કલાકારે ભૂતકાળમાં મેળવેલી સિદ્ધિને રીતે ધોઇ નાખવા જેવી ફિલ્મો કરવી જોઇએ. સ્ત્રી રજૂ થઇ ત્યારે ઘણાએ એવી શંકા વ્યક્ત કરી હતી કે હોરર કોમેડી પ્રકારની ફિલ્મ એકાદ સપ્તાહથી વધુ ચાલશે ખરી કે ? કેટલાક લોકોએ એવી પણ શંકા વ્યક્ત કરી હતી કે બોલિવૂડમાં જેનરની ફિલ્મો સામાન્ય રીતે બનતી નથી અને બને તો ચાલતી નથી. ફિલ્મ ચાલશે ખરી ? આવા ટીકાકારોને મોઢામોઢ થયેલી પબ્લિસિટીએે ખોટા સાબિત કર્યા હતા.

(5:14 pm IST)