Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ઐશ્વર્યાને અમેરિકામાં 'મેરિલ સ્ટ્રીપ એવોર્ડ' એનાયત

જ્હાન્વીનું પણ સન્માન કરાયું

વોશિંગ્ટન તા. ૧૦ : બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચનનું અહીં વીમેન ઈન ફિલ્મ એન્ડ ટેલિવીઝન (WIFT) ઈન્ડિયા એવોર્ડ્સ સમારંભમાં પ્રારંભિક 'મેરિલ સ્ટ્રીપ એવોર્ડ ફોર એકસેલન્સ' એનાયત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ઐશ્વર્યા એની પુત્રી આરાધ્યા તથા માતાની સાથે આવી હતી.

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યાએ પોતાના એવોર્ડની તસવીરો આજે એના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે અને પોતાનાં પ્રશંસકોનો આભાર માન્યો છે.

એક તસવીરમાં ઐશ્વર્યા પોતાનાં હાથમાં ટ્રોફી પકડેલી દેખાય છે જયારે અન્ય તસવીરમાં તે એની પુત્રી સાથે છે અને બાજુમાં એનાં માતા ઊભાં છે.

ઐશ્વર્યા ઉપરાંત નિર્માત્રી ઝોયા અખ્તરને વાયલર એવોર્ડ ફોર એકસેલેન્સ ઈન ડાયરેકશન અને ધડક ફિલ્મની અભિનેત્રી જહાન્વી કપૂરને WIFT ઈમેરાલ્ડ એવોર્ડ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.

WIFT સંસ્થા આ એવોર્ડ એવી મહિલાઓને આપે છે જેઓ બોલીવૂડ તથા હોલીવૂડમાં પોતાની અભિનય શકિત દ્વારા મનોરંજન ક્ષેત્રમાં મહિલાઓનાં યોગદાનનું મહત્વ વધારે છે.(૨૧.૫)

(9:34 am IST)