Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

તબ્બુ-આયુષ્યમાન આવી રહ્યા છે પાંચમી ઓકટોબરે

આયુષ્યમાન ખુરાનાની વધુ એક અનોખી ફિલ્મ 'અંધાધુન' આવી રહી છે. આ ફિલ્મનું વધુ એક પોસ્ટર રિલીઝ થયું છે. જેમાં આયુષ્યમાન ખુરાના અને તબ્બુ બંનેને દોરડાથી બાંધેલા બતાવાયા છે. જેમાં તબ્બુની આંખ પર પટ્ટી બાંધેલી છે. આ ફિલ્મના ટ્રેલરને સલમાન ખાનના શો દસ કા દમમાં લોંચ કરવાનું નિર્માતાઓએ નક્કી કર્યુ હતું. જેને કારણે દર્શકોનો ખુબ સારો પ્રતિભાવ મળ્યો હતો. તબ્બુનો રોલ આ ફિલ્મમાં નેગેટીવ પ્રકારનો છે. દ્રશ્યમ અને ગોલમાલ અગેઇન પછી તબ્બુને તેના ચાહકો વધુ એક વાર અલગ રોલમાં જોઇ શકશે. આયુષ્યમાને પણ આ પ્રકારની ફિલ્મ પહેલી જ વખત કરી છે. રાધીકા આપ્ટેનો રોલ પણ ખુબ જ મહત્વનો છે. ફિલ્મ પાંચમી ઓકટોબરે રિલીઝ થઇ રહી છે.

(9:32 am IST)