Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

કડવાહટ ભુલીને સાથે કામ કરી રહ્યા છે સંજય-માધુરી

એક સમય બોલીવૂડમાં સંજય દત્ત અને માધુરી દિક્ષીત એક બીજાથી નજીક હોવાની ખુબ ચર્ચા હતી. પણ સંજય દત્તની ગેરકાયદેસર હથીયારના મામલામાં ધરપકડ થતાં માધુરી દૂર જતી રહી હતી. સંજય દત્તના જીવન પર બનેલી ફિલ્મ સંજૂ રિલીઝ થઇ ત્યારે માધુરી ચિંતામાં મુકાઇ ગઇ હતી. પણ ફિલ્મમાં તેના વિશે કંઇ જ દેખાડાયું નહોતું. હવે વર્ષો પછી આ બંને ફરીથી એક સાથે કામ કરી રહ્યા છે. 'કલંક' નામની ફિલ્મમાં આ બંને સાથે જોવા મળશે. કરણ જોહરની આ ફિલ્મમાં સંજય અને માધુરી વચ્ચે અનેક ડ્રામેટિક દ્રશ્યો ફિલ્માવાયા છે. પણ બંનેએ કોઇપણ જાતની કડવાહટ વગર પ્રોફેશનલ કલાકારોની જેમ કામ કર્યુ છે. ચર્ચા છે કે માધુરી પર એક મુજરો ફિલ્માવાશે, જેમાં તેને સંજય દત્તની સામે જ ડાન્સ કરવાનો છે.

(9:32 am IST)