Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

રાણા દગ્ગુબતી અને મિહિકા બજાજ લગ્નના બંધનમાં બંધાયા

મુંબઈ:    બોલીવુડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો રાણા દગ્ગુબતી અને મિહિકા બજાજે શનિવારે હૈદરાબાદના રામનાયડુ સ્ટુડિયોમાં લગ્ન કર્યા. લગ્ન સમારોહમાં ફક્ત 30 લોકો હાજર રહ્યા હતા.લગ્ન બાદ દંપતીનો પહેલો ફોટો સામે આવ્યો છે, જે અભિનેતા રામચરણ તેજાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. રાણા અને મિહિકાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.ફોટામાં રાણા અને મિહિકા સાથે રામચરણ તેજા અને તેની પત્ની ઉપસના પણ જોવા મળી રહ્યા છે. ફોટો શેર કરતા રામચરણે કેપ્શનમાં લખ્યું કે, આખરે મારા હલ્કના લગ્ન થયા. રાણા દગ્ગુબતી અને મિહિકા બજાજને શુભકામનાઓ. ”રાણા દગ્ગુબતીના લગ્નમાં રામચરણ તેજા ઉપરાંત વેંકટેશ, સમન્તા અન્નિકેની, અલ્લુ અર્જુન, નાગા ચૈતન્ય જેવા સ્ટાર્સ હાજર રહ્યા હતા.

(5:47 pm IST)