Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

નિમરતની સિરીઝનું શરૂ થશે શુટીંગ

ઓટીટી પ્લેટફોર્મ અલ્ટ બાલાજી અને ઝી ફાઇવની સિરીઝ ધ ટેસ્ટ કેસની પહેલી સિઝનને સારો પ્રતિભાવ મળ્યો હતો. હવે બીજી સિઝન આવશે. ૨૦૧૭માં આવેલી ડ્રામા થ્રિલર સિરીઝનું નિર્દેશન ઇકબાલ અને ડોર જેવી ફિલ્મના નિર્દેશક નાગેશ કુકુનુર તથા ગઝની, ભાગ મિલ્ખા ભાગ જેવી ફિલ્મો સાથે જોડાયેલા વિનય વૈકુલે કર્યુ હતું. મિલીટ્રી ડ્રામામાં ધ લંચબોકસ ફેઇમ નિમરત કોૈર મુખ્ય રોલમાં છે. સ્પાય ડ્રામા જોનરની ધ ટેસ્ટ કેસ ભારતીય આર્મીમાં પહેલી મહિલા ઓફિસરના સંઘર્ષની વાત કરે છે.

જેમાં દેશ ભકિત સાથે યુધ્ધ પણ છે. બીજી સિઝનની કહાની કાશ્મીરની પૃષ્ઠભુમિમાં આકાર લેશે. એક બુધ્ધીશાળી અને હોંશીયાર ઓફિસર હોવા છતાં કેપ્ટન શીખા શર્મા (નિમરત કોૈર) આર્મીમાં એક માત્ર મહિલા હોવાથી પુરૂષ પ્રધાન ફિલ્ડમાં અનેક પુર્વગ્રહોનો સામનો કરવો પડે છે અને કઇ રીતે ધ ટેસ્ટ કેસમાં પોતાને સાબિત કરવા મથે છે તેની વાત છે. નિમરત સાથે જુહી ચાવલા, અતુલ કુલકર્ણી, અનુપ સોની, અક્ષય ઓબેરોયની પણ આ સિરીઝમાં ખાસ ભુમિકા છે.  ધ ટેસ્ટ કેસ-૨નું શુટીંગ ટુંક સમયમાં શરૂ થશે.

 

(10:07 am IST)