Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

વાણી કપૂરની ઇચ્છા થઇ પુરી

અભિનેત્રી વાણી કપૂર હવે આયુષ્યમાન ખુરાના સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આયુષ્યમાન ખુરાનાએ છેલ્લે આપેલી તમામ ફિલ્મો અલગ વિષયોની હોવાથી દર્શકોને ખુબ ગમી હતી. હવે તે નિર્દેશક અભિષેક કપૂરની ફિલ્મ કરી રહ્યો છે. આ રોમાન્ટીક ફિલ્મમાં તેની જોડી વાણી કપૂર સાથે પહેલી વખત બની રહી છે. ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી. આયુષ્યમાન એક એથ્લીટના રોલમાં જોવા મળવાનો છે એ અગાઉ જાહેર થઇ ચુકયું છે. આ ફિલ્મમાં હિરોઇન તરીકે વાણી કપૂરની પસંદગી થઇ છે. ઉત્તર ભારતની કહાની ફિલ્મમાં જોવા મળશે. જેનું શુટીંગ ઓકટોબરમાં શરૂ થઇ જશે. અભિષેક કપૂરે કહ્યું હતું કે અમે આ ફિલ્મ માટે વાણીને પસંદ કરી લીધી છે. તે અને આયુષ્યમાન પહેલી વખત સાથે કામ કરશે એ કારણે હું ખુબ ઉત્સાહિત છું. આ જોડી દર્શકોને પણ ગમશે તેવી મને આશા છે. વાણી કપૂરે કહ્યું હતું કે આ ખુબ પ્યારી ફિલ્મ હશે. હું ઘણા સમયથી અભિષેક સાથે કામ કરવા ઇચ્છતી હતી. હું તેની ફિલ્મોથી ખુબ પ્રેરીત છું. મને અદ્દભુત અવસર મળ્યો છે. આયુષ્યમાન આજની પેઢીનો સોૈથી વધુ પ્રતિભાશાળી અભિનેતા છે.

(10:07 am IST)