Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ધમાકેદાર એક્શન ફિલ્મ 'સાહો'નું ટ્રેલર રિલીઝ : સાઉથના સુપર સ્ટાર પ્રભાસનો એક્શનથી ભરપૂર અંદાજ :જુઓ ટ્રેલર

શ્રદ્ધા કપૂરનો કોર્પ અવતાર પણ જોરદાર: ટ્રેલરમાં બોલીવુડ વિલનની એક ફોજ જોવા મળી

 

નવી દિલ્હીઃ સાઉથના સુપરસ્ટાર પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સાહો'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું છે. ટ્રેલર રિલીઝ થતાં #SaahoTrailer ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. ટ્રેલર એક્શનથી ભરપૂર છે

    ટ્રેલરમાં જ્યાં પ્રભાસનો લુક જોઈને ફેન્સ ઉત્સાહી છે જયારે  શ્રદ્ધા કપૂરનો કોર્પ અવતાર પણ જોરદાર છે. સાથે નાના ટ્રેલરમાં બોલીવુડ વિલનની એક ફોજ જોવા મળી રહી છે. ટ્રેલરને જોઈને કોઈપણ હોલીવુડ એક્શન ફિલ્મની ફીલ આવી રહી છે.

  ફિલ્મને લઈને લોકો ખુબ ઉત્સાહી જોવા મળી રહ્યાં છે. ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર છવાયું હતું અને સાથે બે ગીત 'સાઇક સૈંયા' અને 'ઇન્ની સોની' ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યાં છે. આજે ફિલ્મનું ટ્રેલર 4 ભાષાઓમાં એક સાથે રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ સાહોના એક્શન સીન માટે વિશ્વભરના મોટા એક્શન કોરિયોગ્રાફરની ટીમની મદદ લેવામાં આવી છે

   અત્રે ઉલેલ્ખનીય છે કે  પહેલા ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી, પરંતુ બાદમાં તેની રિલીઝ ડેટને આગળ વધારી દેવામાં આવી છે, કારણ કે દિવસે બોલીવુડની બે મોટી ફિલ્મો અક્ષય કુમારની મિશન મંગળ અને જોન અબ્રાહમની બાટલા હાઉસ રિલીઝ થવાની છે

(10:54 pm IST)