Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

પશુ ક્રૂરતા સામે કડક નિયમો બનાવાઈ તેવી અનુષ્કા શર્માની ઈચ્છા

મુંબઈ: અભિનેત્રી-નિર્માતા અનુષ્કા શર્માએ પ્રાણી ક્રૂરતા સામે કડક કાયદો બનાવવાની માંગ સાથે એક અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનને હેશટેગ જસ્ટિસ ફોર એનિમલ્સ નામ આપવામાં આવ્યું છે. અનુષ્કાના સોશ્યલ મીડિયા પર લગભગ 60 કરોડ ફોલોઅર્સ છે. અનુષ્કાએ ગુનેગારોને સજા કરવા વધુ કડક કાયદાઓની માંગ કરી છે.મુંબઈમાં લકી સાથેની આ ઘટનાથી અનુષ્કા ખૂબ પ્રભાવિત થઈ ગઈ છે. લકી નામના કૂતરાને લોકોએ એટલી ખરાબ રીતે માર માર્યો કે તેનું મોત નીપજ્યું.દેશભરમાં પશુઓ પરના અત્યાચારના ઘણા ભયાનક કેસો પ્રકાશિત કરતાં અનુષ્કાએ નીતિમાં પરિવર્તનની માંગ સાથે એક નોટ પોસ્ટ કરી છે

(6:28 pm IST)