Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

હવે હું જલ્દી પોતાનો પરિવાર ઇચ્‍છુ છુ, મારો પોતાનો પરિવાર હવે મારૂં લક્ષ્‍ય છેઃ ૩ મહિનાથી પ્રિયંકા ચોપરા સાથે રિલેશનશિપમાં રહેતા અમેરિકન સિંગર નિક જોનસનો મીડિયા સાથે વાતચીત દરમિયાન ખુલાસો

મુંબઇઃ પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનસનું રિલેશનશિપ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, ત્યારે વચ્ચે નિકે કહ્યુ કે, ''પિતા બનવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. '' વાત તેણે ન્યૂયોર્કમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન કહી. ચર્ચા તો એવી પણ થઇ રહી છે કે દમરિયાન નિકે સગાઇના સવાલનો જવાબ પણ હામાં આવી દીધો છે.

જી હા, વાસ્તવમાં હોલિવુડ સિંગર નિક જોનસ ન્યૂયોર્કમાં ઇવેન્ટમાં હતા. નિકે કહ્યુ કે, ''બાળકોને જન્મ આપવો મારા જીવનનો મહત્વનો ભાગ છે.'' દરમિયાન નિકની 2 ભત્રીજીઓ પણ સાથે હતી.

પ્રિયંકા અને નિક છેલ્લા 3 મહિનાથી રિલેશનશિપમાં છે. સૂત્રોનુસાર, બંનેએ સગાઇ પણ કરી લીધી છે. પ્રિયંકાને ઘણી વખત પબ્લિક ઇવેન્ટમાં પોતાની એગેજમેન્ટ રિંગ છુપાડતા જોવા મળી છે, પરંતુ મામલામાં નિક પ્રિયંકાથી અલગ છે. ત્યારે ગુરુવારે મીડિયાની સાથે વાતચીત દરમિયાન નિકે કહ્યું કે, ''હવે હું જલ્દી પોતાનો પરિવાર ઇચ્છું છુ. તેણે કહ્યું કે મારો પોતાનો પરિવાર હવે મારુ લક્ષ્ય છે. સ્વાભાવિક રીતે એવી વસ્તુ છે જે હવે હું ઇચ્છું છુ. સાથે તેણે કહ્યું કે તે લગ્ન અંગે હાલ કશુ કહી શકે તેમ નથી.''

(5:51 pm IST)
  • રેલરાજ્યમંત્રી રાજેન ગોહેન વિરુદ્ધ યુવતી પર બળત્કાર અને ધમકાવાના મામલે ગુન્હો નોંધાયો ; આસામ પોલીસે નગાવ જિલ્લામાં 24 વર્ષની મહિલા પર દુષકર્મ અને તેને ધમકાવવા મામલે ફરિયાદ નોંધી છે access_time 1:14 am IST

  • બ્રિટનમાં વાવાઝોડું અને વરસાદ : ચક્રવાત સાથે ભારે વરસાદ થતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા access_time 8:24 pm IST

  • ગુજકોટના જનરલ મેનેજર ડી.પી મિશ્રા, MD એન. એમ શર્માને સમન્સ:નાફેડના રાજ્યકક્ષાના બ્રાંચ મેનેજર સુધીર મલ્હોત્રાની પણ કરાશે પુછપરછ: રાજ્યભરના વેરહાઉસના MD સંજયનંદનને પણ પાઠવાયું છે સમન્સ access_time 10:47 pm IST