Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

કમલ હાસનની 'વિશ્વરૂપ-૨' આજથી રિલીઝ

આજથી રાજકમલ ફિલ્મ્સ ઇન્ટરનેશનલ, રોહિત શેટ્ટી પિકચર્સ, રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ બેનર અને નિર્માતા કમલ હાસન તથા ચંદ્રા હાસન અને નિર્દેશક કલમ હાસનની ફિલ્મ 'વિશ્વરૂપ-૨' રિલીઝ થઇ છે. ફિલ્મમાં સંગીત મોહમ્મદ ધીબ્રાનનું છે. ફિલ્મમાં કલમ હાસન, રાહુલ બોસ, પુજા કુમાર, શેખર કપૂર, જયદિપ અહલાવત અને વહીદા રહેમાને ભુમિકા નિભાવી છે. 

ફિલ્મની કહાની જોઇએ તો અલ કાયદા આતંકવાદી ઉમર કુરેશીના પ્લાનને રો એજન્ટ વિસામ અહેમદ કશ્મીરીએ નિષ્ફળ બનાવી દીધો છે. એ પછી જેહાદી ઉમર અને સલિમ ન્યુયોર્કથી ભાગી જાય છે. ઉમર અને તેના જેહાદીઓને ખતમ કરવાની જવાબદારી વિસામને સોંપાય છે.

ઉમર અને સલિમ એક દિવસમાં ત્રણ લોકતંત્રોને બદનામ કરવાના આંતરરાષ્ટ્રીય કાવત્રાને અંજામ આપવા આગળ વધે છે. ધીમે ધીમે વિસામ જાળ બીછાવે છે અને જીત તરફ આગળ વધે છે. ભારતના સ્વતંત્રતા દિવસના  રોજ તબાહી મચાવવાના ઉમરના પ્લાનને વિસામ નિષ્ફળ બનાવી છે અને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. આ ફિલ્મ અગાઉ આવેલી ફિલ્મની પ્રિકવલ અને સિકવલ બંને છે.

(11:48 pm IST)
  • લોધિકા તાલુકાના રાવકી ગામે ભરવાડ અને પટેલ જૂથ વચ્ચે માથાકૂટ:પટેલને માથામાં કુહાડી મારતા ઘાયલ:પટેલોનું ટોળું રાજકોટ એસપી ઓફિસે પહોંચ્યું access_time 12:13 am IST

  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST

  • યમનમાં બસ પર હવાઈ હુમલો :29થી વધુ બાળકોના મોત :30 ઘાયલ ;ઉતરી યમનમાં અશાંત વિસ્તારમાં આ હાવૈ હુમલો સાઉદી અરબના નેતૃત્વવાળા ગઠબંધન દ્વારા એક બસ પર કરાયો :આ ગઠબંધન હુથી વિદ્રોહી વિરુદ્દ લડતા યમન સરકારનું સમર્થન કરે છે :આ હુમલા સમયે બસ શાદ વિસ્તારના દહયાન બજારમાં પસાર થતી હતી access_time 12:57 am IST