Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

પ્રભાસની આગામી ફિલ્‍મ ‘રાધેશ્‍યામ'નું ફર્સ્‍ટ લુક રિલીઝઃ રાધાકૃષ્‍ણ કુમાર દ્વારા નિર્દેશીત ફિલ્‍મનું પોસ્‍ટર સોશ્‍યલ મીડિયામાં છવાયુ

નવી દિલ્હી: દુનિયાભરના ફેન્સને પ્રભાસની આગામી ફિલ્મની જાહેરાતની રાહ જોઇ રહ્યા હતા. હવે આ ફિલ્મનું નામ પણ સામે આવી ગયું છે અને ફર્સ્ટ લુક પણ. પ્રભાસની આગામી ફિલ્મનું નામ 'રાધે શ્યામ' છે. આ ફિલ્મ રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત છે. જેને ગુલશન કુમાર અને ટી-સીરીઝ દ્વારા પ્રસ્તૃત કરવામાં આવ્યું છે અને યૂવી ક્રિએશન્સ નિર્મિત છે. શુક્રવારે ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવતાં જ સોશિયલ મીડિયા પર છવાઇ ચૂક્યો છે.

પ્રભાસની આ ફિલ્મના નામની સાથે-સાથે તેમની અભિનેત્રીના નામનો પણ ખુલાસો થઇ ચૂક્યો છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે બોલીવુડ અભિનેત્રી પૂજા હેગડે જોવા મળશે. ફિલ્મના ફર્સ્ટ લુકમાં પ્રભાસ અને પૂજા હેગડે સાથે જોવા મળી રહી છે. 

(5:30 pm IST)