Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

૧૧૫ દિવસ પછી શરૂ થયું'તારક મહેતા'...નું શૂટિંગ

હવે હસવા માટે તૈયાર થઇ જાવ...

મુંબઇ, તા.૧૦: કોરોના વાયરસ મહામારીના કારણે માર્ચ મહિનાથી બંધ થયેલા સીરિયલોના શૂટિંગ ફરી શરૂ થઈ ગયા છે. છેલ્લા ૧૦થી વધુ દિવસથી વિવિધ શોના શૂટિંગ શરૂ થઈ ગયા છે ત્યારે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નું શૂટિંગ શરૂ થયું નહોતું. જો કે, હવે સૌની ફેવરિટ કોમેડી સીરિયલનું શૂટિંગ આજથી (૧૦ જુલાઈ)થી શરૂ થઈ ગયું છે. મતલબ કે, થોડા દિવસોમાં સીરિયલના નવા એપિસોડ જોવા મળશે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ડાયરેકટર માલવ રાજદાએ શૂટિંગ શરૂ થવાના ગુડ ન્યૂઝ આપ્યા છે. માલવે ઈન્સ્ટાગ્રામ પર નવા નિયમો સાથે શરૂ થયેલા શૂટિંગની તસવીરો પણ શેર કરી છે. તસવીરોમાં માલવ રાજદા સીન ડાયરેકટ કરતો જોવા મળે છે. તસવીરમાં જોઈ શકાય છે કે, સૌએ સેફ્ટીના ભાગરૂપ માસ્ક અને ફેસ શિલ્ડ પહેર્યા છે. ૧૧૫ દિવસ પછી કામ પર આવીને માલવ રાજદા ખુશ છે.

માલવે તસવીરો શેર કરતાં લખ્યું, 'રોલ...રોલિંગ...એકશન...૧૧૫ દિવસ પછી આખરે શૂટિંગ શરૂ થયું... કામ શરૂ કરીને ખૂબ સારું લાગે છે... ફરીથી હસવા માટે તૈયાર થઈ જાવ. માલવની પત્ની અને એકટ્રેસ પ્રિયા આહુજાએ પતિની પોસ્ટ પર કોમેન્ટ કરતાં કહ્યું, 'લવ યુ માલુડી...તારા માટે બહુ ખુશ છું...પ્લીઝ તારું ધ્યાન રાખજે. તને અત્યારથી જ મિસ કરું છું. જણાવી દઈએ કે, પ્રિયા આ સીરિયલમાં 'રિટા રિપોર્ટર'નો રોલ કરે છે.

થોડા દિવસ પહેલા જ માલવ રાજદા અને ટીમના બાકીના સભ્યોએ સેટની મુલાકાત લીધી હતી. સીરિયલની કાસ્ટ અને ક્રૂની સેફ્ટીના માપદંડ ચેક કરવા માટે તેઓ 'ગોકુલધામ સોસાયટીલૃપહોંચ્યા હતા. માલવ રાજદાએ આ તસવીરો પણ શેર કરી હતી. જેમાં ભઈલુનું પાત્ર ભજવતો એકટર મેકઅપનો ટ્રાયલ લેતો જોવા મળ્યો હતો.

જણાવી દઈએ કે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી પર ચાલનારી સૌથી લાંબી સિટકોમ છે. છેલ્લા ૧૨ વર્ષથી આ સીરિયલ દર્શકોને હસાવી રહી છે. સીરિયલના પાત્રો દ્યરે-દ્યરે પ્રખ્યાત છે. દિલીપ જોશી, મુનમુન દત્તા, અમિત ભટ્ટ, શૈલેષ લોઢા, રાજ અનડકત, પલક સિદ્ઘવાની વગેરે સીરિયલના જાણીતા કલાકારો છે.

(3:22 pm IST)