Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

વધુ એક દમદાર સિરીઝ આપવા ફરહાન અને રિતેશની તૈયારી

બોલીવૂડમાં અભિનય કરવાની સાથે ફિલ્મ નિર્દેશકનું કામ પણ કરી ચુકેલો ફરહાન અખ્તર હવે રિતેશ સીધવાની સાથે મળી પોતાના એકસેલ એન્ટરટેઇનમેન્ટ બેનર હેઠળ વધુ જબરદસ્ત વેબ સિરીઝ બનાવવા તૈયારી કરી રહ્યો છે. ઓટીટી પ્લેટફોર્મ પર  તેણે એક પછી એક દમદાર શો આપ્યા છે. અગાઉ એમેઝોન પ્રાઇમ પર મિરઝાપુર, મેઇડ ઇન હેવ અને ઇન્સાઇડ એજ જેવી સિરીઝ આપી છે. એમેઝોન પ્રાઇમ સાથે પાર્ટનરશીપ બાદ આ પ્રોડકશન હાઉસ ટોચના પ્લેટફોર્મ નેટફિલકસ માટે સિરીઝ બનાવશે. સાંઇઠના દસકની કહાની આ સિરીઝમાં જોવા મળશે. હાલ પુરતું સિરીઝનું નામ 'કવીન ઓફ હિલ્સ' રખાયું છે. શોની કહાની મુંબઇમાં રહેતી બે મહિલાઓની જિંદગી પર આધારીત છે. આ શો બોમ્બે વેલ્વેટ ફિલ્મ જેવી મજા આપશે તેવું કહેવાય છે. બે મહિલાઓના પાત્ર માટે બે દમદાર અભિનેત્રીની તલાશ શરૂ થઇ છે. નિર્દેશક કરણ અંશુમાન આ સિરીઝનું કામ સંભાળશે. જેણે અગાઉ ઇન્સાઇડ એજ નિર્દેશિત કરી હતી.

(9:50 am IST)