Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

મોહમ્મદ ઝિશાન અયુબ જોવા મળશે ક્રાઇમ થ્રિલરમાં

મોહમ્મદ ઝિશાન અયુબ વધુ હવે ક્રાઇમ થ્રિલરમાં જોવા મળશે. ૨૦૧૧માં આવેલી નો વન કિલ્ડ જેસિકા ફિલ્મથી બોલીવૂડમાં અભિનય કારકિર્દી શરૂ કરનાર આ અભિનેતાએ જન્નત-૨, રાંઝણા, શાહિદ, માઝી, રાજા નટવરલાલ, ઓલ ઇઝ વેલ, રઇસ, ટ્યુબલાઇટ, મિશન મંગલ, મનિકર્ણિકા સહિતની ફિલ્મોમાં પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી છે. હવે પછી તેની બે ફિલ્મો છલાંગ અને અતરંગી રે આવશે. મોહમ્મદ ઝિશાનને ચાહકો હવે વેબ સિરીઝમાં જોઇ શકશે. સોની લિવ પર 'સિમ્પલ મર્ડર' નામની ક્રાઇમ થ્રિલર સિરીઝ જોવા મળશે. આ સિરીઝનું શુટીંગ હૈદરાબાદ ખાતે રામોજી ફિલ્મસિટીમાં શરૂ થઇ ચુકયું છે. આખી સિરીઝનું શુટીંગ અહિ જ કરવામાં આવશે. અખિલેશ જૈસવાલે લેખન કર્યુ છે અને સચીન પાઠક નિર્દેશન કરી રહ્યા છે. મોહમ્મદ ઝિસાન અયુબ સાથે મીરા ચોપડા, સુશાંત સિંહ (૧૬ ડિસેમ્બર ફેઇમ), અમિત સિયાલ સહિતના કલાકારો કામ કરી રહ્યા છે. દસમીએ સોની લિવ પર અનદેખી નામનો શો આવી રહ્યો છે. એ પછી બીજી પણ અનેક સિરીઝ આવવાની છે.

(9:49 am IST)