Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

એ ઘટનાને યાદ કરી આજે પણ ફફડી જાય છે મેઘા

ટીવી શો કાવ્યાંજલિ, કુમકુમ-એક પ્યારા સા બંધન, મમતા, સીઆઇડી સહિતમાં કામ કરી ચુકેલી અભિનેત્રી મેઘા ગુપ્તા એક ઘટનાને યાદ કરીને આજે પણ ફફડી જાય છે. એક વખત મેઘા જંગલમાં લાકડાના મોટા ટૂકડાઓ લઇને કસરત કરી રહી હતી ત્યારે અચાનક જ તેની પાછળ છ જંગલી કૂતરા પડી જતાં તે ખુબ જ ગભરાઇ ગઇ હતી. જીવ બચાવવા તે રીતસર ભાગી હતી. મને ત્યારે એમ જ થઇ ગયું હતું કે હવે હું જીવતી નહિ બચુ. મેઘા ગુપ્તાએ પોતાની સાથે બનેલી આ ઘટનાનો વિડીયો ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી સમગ્ર વાત જણાવી છે. તે કહી રહી છે કે એક સવારે હું દોડતી દોડતી જંગલ તરફ પહોંચી હતી અને ત્યાં કેટલાક લાકડાના ટૂકડા પડ્યા હતાં તેનાથી કસરત શરૂ કરી હતી. પુશઅપ્સ સહિતની કસરત કરી રહી હતી એ વખતે જ છ જંગલી કૂતરા આવી ચડ્યા હતાં. આ મારી પાછળ પડી જતાં હું દોટ મુકીને ભાગી હતી. આ વખતે એક સ્કૂટરચાલકે મારી મદદ કરી હતી. મેઘા ગુપ્તા ગોવામાં રહે છે. મેઘા આમ્રપાલી ગુપ્તા અને અદિતી ગુપ્તાની બહેન છે અને ટીવી અભિનેતા સિધ્ધાંત કાર્ણિક સાથે લગ્ન કર્યા છે. મેઘા કોઇપણ સ્થળે હોઇ તે કસરત કરવાનું ચુકતી નથી.

(9:49 am IST)