Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

૫હેલા બની આસિસ્ટન્ટ ડિરેકટર, હવે હિરોઇન બનશે શિવાલીકા ઓબેરોય

આસિસ્ટન્ટ ડિરેકટર તરીકે બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરી ચુકેલી શિવાલીકા ઓબેરોય હવે બોલીવૂડમાં હિરોઇન તરીકે આવી રહી છે. અમરીશ પુરીનો પોૈત્ર વર્ધન પુરી બોલીવૂડમાં હીરો બનવા આવી રહ્યો છે. તેની 'પાગલ' નામની આ ફિલ્મમાં હિરોઇન તરીકે શિવાલીકાને લેવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન ચિરાગ રૂપારેલ કરી રહ્યા છે. શિવાલીકા તાજેતરમાં મુંબઇના એક રેસ્ટોરન્ટ બહાર જોવા મળી હતી. તેણે સ્ટાઇલિશ અંદાજમાં ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતાં.  શિવાલીકાએ બોલીવૂડના નિર્માતા સાજીદ નડિયાદવાલાના પ્રોડકશન હાઉસમાં આસીસ્ટન્ટ ડિરેકટર તરીકે કામ કર્યુ હતું. શિવાલીકાએ પંદરમી જાન્યુઆરીએ ટીવી પરદાના સ્ટાર કરમ રાજપાલ સાથે પરિવારજનોની હાજરીમાં એક ટુંકા ફંકશનમાં સગાઇ કરી હતી. બંને એક વર્ષથી ડેટિંગ કરી રહ્યા હતાં. હિરોઇનનો રોલ મળતાં તે અત્યંત ખુશ છે.

(9:43 am IST)