Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

ત્રણ મોટી ફિલ્મોમાં કામ કરી રહી છે ક્રિતી સેનન

બોલીવૂડમાં ટાઇગર શ્રોફ સાથે ફિલ્મ હીરોપંતિથી કારકિર્દી શરૂ કરનાર ક્રિતી સેનન હવે બોલીવૂડમાં નામના મેળવી ચુકી છે અને મોટી ફિલ્મો પણ તેને મળી રહી છે. તે અભિનય અને ફિલ્મો ઉપરાંત તસ્વીરોને કારણે પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેણે એક મેગેઝીન માટે હોટ-હોટ ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તે ગજબની કાતીલ અદા દેખાડી રહી છે. સફેદ રંગના વનપીસમાં તે ખુબ જ બોલ્ડ દેખાઇ રહી છે. આછો મેકઅપ, ડાર્ક શેડોઆઇ અને ખુલા વાળ તેની ખુબસૂરતીમાં ચારચાંદ લગાવી રહ્યા છે. ક્રિતીની આ તસ્વીરો ખુબ વાયરલ થઇ છે. તેના ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. ક્રિતી હાલમાં ત્રણ ફિલ્મો અર્જૂન પટિયાલા, હાઉસફુલ-૪ અને પાનીપતમાં કામ કરી રહી છે. એક પછી એક તેની આ ફિલ્મો રિલીઝ થશે. તેની છેલ્લી ફિલ્મ લુકાછીપી હિટ નિવડી હતી અને દર્શકોને પસંદ પડી હતી. હીરોપંતી પછી તેણે દિલવાલે અને રાબ્તા પણ કરી હતી. દિલવાલેમાં તેણે શાહરૂખ, કાજોલ અને વરૂણ સાથે કામ કર્યુ હતું.

(9:41 am IST)