Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ફિલ્મ સિમ્બાનું પહેલા ભાગનું શૂટિંગ થયું પૂરું

મુંબઈ:અભિનેતા રણવીર સિંઘે ટોચના ફિલ્મ સર્જક ૧૦૦ કરોડની ક્લબના સ્થાપક એવા રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સિમ્બાનું પહેલું શિડયુલ સફળતાથી પૂર્ણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ ફિલ્મમાં રણવીર સંગ્રામ ભાલેરાવ નામના ધૂની પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ કરી રહ્યો છે. રોહિતના એક યુનિટ મેમ્બરે ઇન્સ્ટાગ્રામ પર મૂકેલા સંદેશામાં જણાવ્યા મુજબ પહેલું શિડયુલ પૂરું થઇ ચૂક્યું છે...ઘણી મધુર સ્મૃતિઓ સર્જાઇ છે...અંતિમ પરિણામ શબ્દોથી પર છે... ખૂબ સરસ કામ થયું...તમારા સૌની સાથે વાત શૅર કર્યા વિના રહેવાયું નહીં... આ ફિલ્મ ડિસેંબરની ૨૮મીએ રજૂ કરવાની છે... ૨૦૧૫માં હિટ નીવડેલી તેલુગુ ફિલ્મ ટેમ્પરની આ હિન્દી રિમેક છે. આ ફિલ્મથી વીતેલા દાયકાની ટોચની અભિનેત્રી અમૃતા સિંઘ અને છોટે નવાબના હુલામણા નામે જાણીતા અભિનેતા સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન ડેબ્યુ કરી રહી છે. સોનુ સૂદ આ ફિલ્મનો મુખ્ય વિલન છે. આ ફિલ્મ ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરના બેનર તળે બની રહી છે.

(5:14 pm IST)