Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ફિલ્મ 'સંજુ 'ના કમલી પરેશ ઘેલાણીને સંજયદતે લખ્યો ભાવુક પત્ર

મુંબઈ :બોલીવુડના અભિનેતા સંજયદત્તની બાયોપિક સંજુ ફિલ્મ રિલિઝ થઈ ચુકી છે અને મુવી થિયેટરમાં ટંકશાળ પાડી રહી છે. ત્યારે ફિલ્મમાં સંજુનાં દોસ્ત બનેલાં પરેશ ઘેલાણી ને સંજુએ એક પોસ્ટ લખી છે. ફિલ્મમાં તેનું પાત્ર વિકિ કૌશલે ભજવ્યુ હતુ. ત્યારે સંજુએ પોતાનાં ઓફિશિયલ ટ્વીટર એકાઉંટ પર તેને એક પત્ર લખ્યો હતો.

   અત્રે ઉલ્લેખનીય છે કે સંજુની વાર્તા એક અસાધારણ વ્યક્તિનાં જીવનમાં આવેલાં ચડાવ ઉતારની છે. તેણે પછડાટમાંથી કેમ ઉપર ઉઠવું તે લોકોને શીખવ્યું છે. પછી તે ડ્રગ હોય કે બોંબ બ્લાસ્ટ કેસની બદનામી. થેંક યુ સંજુ મારા જીવનમાં આવવાં બદલ મને આટલો જીવંત બનાવવાં બદલ. તુ મને નથી ભુલ્યો તેમ હું પણ તને નથી ભુલ્યો. મને તારા પર ગર્વ છે. કીપ રોરિંગ! સંજય દત્ત ની આગામી ફિલ્મ સાહેબ બીવી ઔર ગેંગસ્ટર 3 છે. જે 27 જુલાઈનાં રોજ રિલિઝ થઈ રહી છે

 

 

(11:31 am IST)