Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ફન્નેખાન...પિતા-પુત્રીની કહાની

અનિલ કપૂર, ઐશ્વર્યા રાય અને રાજકુમાર રાવની ફિલ્મ 'ફન્નેખાન'ના એક પછી એક પોસ્ટર રિલીઝ થઇ રહ્યા છે. જે ચાહકોમાં ઉત્તેજના જગાવી રહ્યા છે. એક પોસ્ટરમાં ઐશ્વર્યા અને રાજકુમાર સાથે રજનીકાંત પણ જોવા મળે છે! એૈશ્વર્યાના હાથ દોરડાથી બાંધેલા દેખાય છે. રાજકુમાર રાવ દુપટ્ટાથી ચહેરો છુપાવતો દેખાય છે. તો અનિલ કપૂર ફિલ્મ રોબોટવાળા રજનીકાંતનું મહોરૂ પહેરીને ઉભેલો દેખાય છે. ઐશ્વર્યા અગાઉ રજનીકાંત સાથે રોબોટમાં કામ કરી ચુકી છે. સંગીતમય કોમેડી એવી આ ફિલ્મ એક એવા પિતાની કહાની છે જે ગાયીકા દિકરીનું સપનુ પુરૂ કરવા ઇચ્છે છે. અનિલ અને ઐશ્વર્યા સત્તર વર્ષ પછી સાથે આવ્યા છે. અગાઉ બંનેએ તાલ ફિલ્મમાં કામ કર્યુ હતું. ફિલ્મ ત્રીજી ઓગષ્ટના રિલીઝ થશે.

(9:18 am IST)