Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

સોન ચિરૈયાની આતુરતાથી રાહ જોઇ રહી છે ભૂમિ

બોલીવૂડમાં અલગ-અલગ રોલ નિભાવવા માટે જાણીતી બની ગયેલી અભિનેત્રી ભૂમિ પેડનેકર આગામી ફિલ્મ 'સોન ચિરૈયા'ને કારણે ચર્ચામાં છે. દમ લગા કે હઇશા અને ટોયલેટ એક પ્રેમકથા જેવી સુપરહિટ ફિલ્મોની અભિનેત્રી હવે પોતાની નવી ફિલ્મ માટે ખુબ ઉત્સાહિત છે. અભિષેક ચોૈબેના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં તેની સાથે સુશાંતસિંહ રાજપૂત, મનોજ વાજપેયી અને રણવીર શોૈરી પણ છે. ચંબલના ડાકુઓ પર આધારીત આ ફિલ્મમાં ભૂમિ અનોખા લૂકમાં જોવા મળશે. ભૂમિએ ટ્વિટર પર એક પોસ્ટર મુકયું હતું. જેમાં તે, મનોજ અને સુશાંત દેખાય છે. તેણે કેપ્શન લખ્યું હતું કે અમને આઠમી ફેબ્રુઆરીએ જોઇ શકશો.

 

(9:17 am IST)