Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને ૧૯૮૨માં મહેશ ભટ્ટે બનાવેલી કલાસિક ફિલ્મ 'અર્થ'ની રિમેકમાં સ્મિતા પાટીલે ભજવેલી ભૂમિકા ભજવવા માટે ઓફર

નવી દિલ્હીઃ બોલિવુડ એકટ્રેસ જેકલીન ફર્નાન્ડિસ હાલમાં પોતાના ફોટોશૂટને પગલે ચર્ચામાં છે. જો કે જેકલીનને હાલમાં એક જબરદસ્ત ઓફર મળી છે. હકીકતમાં ૧૯૮૨માં આવેલી મહેશ ભટ્ટની કલાસિક ફિલ્મ અર્થની રિમેક બનવાની છે અને આ ફિલ્મ માટે મેકર્સે જેકલીનનો સંપર્ક કર્યો છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં જેકલિનને મૂળ ફિલ્મમાં સ્મિતા પાટીલે ભજવેલો રોલ ઓફર કરવામાં આવ્યો છે.

હાલમાં એક ઈન્ટરવ્યુમાં જેકલિને માહિતી આપી હતી કે હાલમાં તે લોસ એન્જલસમાં એકિટંગના કલાસ ભરી રહી છે જેથી તે પોતાના રોલ સાથે પ્રયોગ કરી શકશે. જેકલિને કહ્યું હતુ કે તે કોમર્શિયલ સિનેમાથી દૂર નથી જવા ઈચ્છતી પણ સાથે સાથે એકટ્રેસ તરીકે પોતાની જાતને પણ શોધવા માગે છે અને કંઈક અલગ કરવા માગે છે. જેકલીને કહ્યું છે કે તે છેલ્લા બે વર્ષથી એવી અલગ પ્રકારની સ્ક્રિપ્ટ વાંચી રહી છે જે તેને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને અલગ પ્રકારની ફિલ્મ કરવા માટે પ્રેરણા આપે.

મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં સાઉથની એકટ્રેસ રેવતી દમદાર રોલ કરી રહી છે. ફિલ્મ અર્થની તામિલ રિમેકમાં પણ રેવતીએ કામ કર્યુ હતુ અને આ ફિલ્મને ડિરેકટર બાલુ મહેન્દ્રએ બનાવી હતી. નોંધનીય છે કે, ૧૯૮૨માં  આવેલી અર્થમાં શબાના આઝમી (પૂજા) લીડ રોલમાં હતી. ફિલ્મમાં તેનો પતિ કુલભૂષણ ખરબંદા (ઈન્દર) એક બીજી મહિલા સ્મિતા પાટીલ (કવિતા)ના પ્રેમમાં પડીને પત્નિ શબાનાને છોડીને જતો રહે છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યુ છે કે પતિ છોડીને જતો રહે છે એ પછી એક એકલી મહિલા પોતાની ઓળખ બનાવે છે અને તેને જીવન જીવવા માટે બીજી કોઈ વ્યકિતની જરૂર નથી.

(5:36 pm IST)