Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ઋત્વિક રોશનની બહેન સુનૈનાની તબિયત લથડતા રોશન પરિવાર માટે ભારે ચિંતા

મુંબઇ : ર૦૧૭ ના વર્ષમાં એકટર ઋત્વિક રોશનીન બહેન સુનૈના રોશન તેના જબરદસ્ત બોડી ટ્રાન્સફોર્મેશનને કારણે ચર્ચામાં હતી. તેણે પોતાના વજનમાં સારો એવો ઘટાડો કર્યો હતો અને અનેક જાહેર પ્લેટફોર્મ પર આ વાતની ચર્ચા પણ કરી હતી. સુનૈનાએ જીવનમાં કેટલીય ઠોકરો ખાધી છે. પહેલાં તો સુનૈનાનાં છૂટાછેડા થતાં તે ડિપ્રેશનમાં જતી રહી હતી. તો ડાયાબીટીસ અને હાયપરટેન્શનની સમસ્યાથી પીડાતી હતી. તેણે બેરિયાટ્રીક સર્જરી કરાવવી પડી હતી.

અને કેન્સર સામે પણ જંગ લડવી પડી હતી. જો કે આટલી બધી સમસ્યાઓથી ઘેરાયેલી સુનૈના હિંમત નહોતી હારી અને બહાદુર યોધ્ધાની જેમ તે પોતાની તમામ સમસ્યાઓમાંથી સફળ રીતે બહાર નીકળી શકી હતી.

સુનૈનાની તબીયત એકાએક બહુ ખરાબ થઇ ગઇ છે. ડોકટર્સ પણ તબીયત ખરાબ થવા પાછળનું નકકર કારણ શોધી નથી શકયા અને આ વાત જ રોશન પરિવાર માટે ચિંતાનો વિષય બની ગઇ છે. જો કે સુનૈના પોતે ફાઇટર છે.

સુનૈનાએ કહયું છે કે 'મારી દરેક મુશ્કેલીમાં મારો પરિવાર મારી સાથે ઉભો રહ્યો છે. જો કે સમસ્યામાંથી તમે પોતે જ બહાર આવી શકો છો. તમારી મદદ તમે જ કરી શકો, બીજું કોઇ નહીં. જીવન બહુ સુંદર છે અને એને આંસુઓમાં વેડફવું ન જોઇએ.'

(5:32 pm IST)