Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

કારકિર્દીના 35 વર્ષમાં પહેલી વખત અનુપમ ખેર બેકાર.....

મુંબઇ: પોતાની બહેતેરીન અદાકારી માટે જાણીતા થયેલા અનુપમ ખેર પાસે હાલ કોઇ કામ નથી. ૨૫ મેના રોજ તેમણે કારકિર્દીના ૩૫ વરસ પૂરા કર્યા છે, પરંતુ બેકારીનો સામનો તેમને પ્રથમ વખત કરવો પડયો છે. જોકે આવી સ્થિતિમાં પણ તે પોતાને એક સક્ષમ અભિનેતા માને છે. અનુપમે જણાવ્યું હતું કે, ગયા ૩૫ વરસમાં કદી કોઇ વખત એવો સમય નથી આવ્યો કે,  'હું એક  દિવસ, થોડા કલાક કામ વિનાનો રહ્યો હોઉં. ૩૫ વરસથી  મને કોઇને કોઇ કામ મળી રહેતું હતું. પરંતુ આજે પરિસ્થિતિ વિપરિત છે, જ્યારે મારી પાસે ફિલ્મ વન ડે બાદ કરતા કોઇ ફિલમ નથી. હું સ્વયંને દુનિયાનો સૌથી વધુ સક્ષમ અભિનેતા માનું છું.'તેણે વધુમાં કહ્યું હતુ ંકે, આવું પ્રથમ વાર બન્યું છે, જ્યારે મારી પાસે કોઇ ફિલ્મ નથી. ૨૫ મે ૧૯૮૪માં મારી પ્રથમ ફિલ્મ સારાંશ રિલીઝ થઇ હતી. આ ૩૫ વરસની કારકિર્દીમાં ઘણા ચડાવ-ઉતાર જોયા છે. આજે પ્રથમ વખત એવું બન્યું છે કે મારી પાસે કોઇ ફિલ્મ નથી. બોલીવૂડના જેટલા માંધાતાઓ ફિલ્મ બનાવી રહ્યા છે, તે મારો સંપર્ક કરે, હું દરેકની ફિલ્મમાં કામ કરીશ.

(5:14 pm IST)
  • વાયુ" વાવાઝોડું ૧૨ સુધીમાં જોર પકડી સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે.: સૌરાષ્ટ્ર માટે ધ્યાન રાખવા જાણીતા વેધર એનલિસ્ટની તાકીદ : ૧૦ જૂને મોડેથી હવાનું હળવું દબાણ વાવાઝોડું "વાયુ" માં ફેરવાય જશે અને ૧૨ જૂન સુધીમાં ઝડપભેર: વધુ ઉગ્ર બની આગળ વધશે તેમ જાણીતા વેધર એનાલિસ્ટ અક્ષય દેવરસે ટ્વિટ કરી જણાવ્યું છે.:આ વાયુ વાવાઝોડાથી મહારાષ્ટ્ર ઉપર સીધુ કોઈ જોખમ નથી પરંતુ સૌરાષ્ટ્ર ઉપર ખાસ નજર રાખવા શ્રી અક્ષય દેવરસ ટ્વિટર ઉપર જણાવે છે. access_time 1:30 am IST

  • પશ્ચિમ બંગાળમાં હિંસા બાદ વાતાવરણમાં તંગદિલી : ભાજપ મનાવશે કાળો દિવસ:કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી હિંસા પર ઉંડી ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, લોકસભા ચૂંટણી હિંસા રાજ્ય સરકારને નિષ્ફળતા લાગે છે access_time 2:03 am IST

  • વડોદરા સાવલી જરોદ રોડ પરની ડાયમંડ પાવર કંપનીમાં ભીષણ આગ લાગતા ભારે દોડધામ :આગની જ્વાળાઓ ઉંચે આકાશમાં ચડતા ભયાવહ દ્રશ્યો :કંપનીના સ્ક્રેપ યાર્ડમાં લાગેલી આગ પવનના કારણે કંપનીના અન્ય ભાગમાં અને કચરામાં પ્રસરી :સ્ક્રેપ યાર્ડમાં પડેલ પ્લાસ્ટિક અને ઓઇલના બેરલોમાં ભીષણ આગ પ્રસરી: access_time 1:08 am IST