Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

નચ બલિયે-૯માં જજ તરીકે રવિનાનું નામ

વધુ એક બોલીવૂડ અભિનેત્રી ટીવી પરદે જજ તરીકે જોવા મળશે. કરીના કપૂર પછી હવે રવિના ટંડન પણ એક રિયાલીટી શોમાં નિર્ણાયકની ભૂમિકા ભજવી રહી છે. નચ બલિયેની સિઝન-૯ની તૈયારી થઇ ચુકી છે. ટીવીની અનેક સુપરસ્ટાર જોડી આ શોમાં ભાગ લેવાની છે. આ અગાઉ શોમાં જજ તરીકે શાહિદ કપૂર અને મીરા રાજપૂત તેમજ દિશા પટાની તથા ટાઇગર શ્રોફના નામ સામે આવ્યા હતાં. જો કે એક વેબસાઇટે દાવો કર્યો છે કે રવિના ટંડનને જજ તરીકે ફાઇનલ કરી લેવામાં આવી છે. રવિના તાજેતરમાં સુપર ડાન્સર-૩માં ગેસ્ટ જજ તરીકે ભાગ લઇ ચુકી છે. સલમાન ખાનનું પ્રોડકશન હાઉસ નચ બલિયે-૯નું નિર્માણ કરી રહ્યું છે. રવિનાનું નામ ફાઇનલ થઇ જશે તો જજ તરીકે તે પહેલી વખત જોવા મળશે. વર્લ્ડકપને કારણે આ શો થોડો પાછળ ઠેલી દેવાયો છે. અગાઉ ઉપાસના સિંહ અને કરણ ટેકરે શોનું સંચાલન સંભાળ્યું હતું.

(9:55 am IST)