Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

અક્ષય કુમાર અને ગુલશન ગ્રોવર વચ્ચે થશે જોરદાર ટક્કર

રોહિત શેટ્ટીએ અક્ષય કુમારને લઇને સૂર્યવંશી ફિલ્મનું શુટીંગ શરૂ કરી દીધું છે. ફિલ્મના સેટ પર ખતરનાક સ્ટંટ કરતી અક્ષયની તસ્વીરો પણ સામે આવી ચુકી છે. પહેલી વખત અક્ષય અને રોહિત સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં વિલન તરીકે ગુલશન ગ્રોવરની એન્ટ્રી થઇ છે. ૨૦૨૦માં રિલીઝ થનારી આ ફિલ્મનું હાલમાં બેંગકોકમાં શુટીંગ ચાલી રહ્યું છે. ગુલશન પણ શુટીંગમાં જોડાઇ ગયો છે. ગુલશનને આ ફિલ્મમાં મુખ્ય વિલનનો રોલ મળતાં તે ખુશ છે. તે રોહિત શેટ્ટીની ફિલ્મોનો મોટો ચાહક છે. ગુલશન કહે છે રોહિત ફિલ્મ બનાવતી વખતે યુવા દર્શકો અને પરિવારને ધ્યાને રાખે છે. અગાઉ અક્ષય કુમાર અને ગુલશન ગ્રોવરે હેરાફેરી, ઇન્ટરનેશનલ ખિલાડી જેવી ફિલ્મો સાથે કરી છે. હવે સૂર્યવંશીમાં આ બંને એક બીજાને જોરદાર ટક્કર આપશે. અક્ષય એટીએસ ચીફ વિર સૂર્યવંશીના રોલમાં છે.  કેટરીના કૈફ તેની પત્નિનો રોલ નિભાવી રહી છે. 

(9:55 am IST)
  • સુષ્મા સ્વરાજની આંધ્રના ગવર્નર તરીકે નિમણૂક ?:સુષ્માએ આ હેવાલો નકારી કાઢ્યા: પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની આંધ્રના ગવર્નર તરીકે નિમણૂક થયાના અહેવાલો સુષ્માજીએ નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે આ અહેવાલો સત્ય નથી access_time 11:33 pm IST

  • અલીગઢમાં ભારેલો અગ્નિ :વાતાવરણ તંગ: તંત્રએ કલમ 144 લગાવી: ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુકાયો :અલીગઢના ટપ્પલમાં અઢી વર્ષની બાળકીની હત્યા બાદ તંત્ર એલર્ટ: અર્ધસૈનિક દળ તૈનાત access_time 1:02 am IST

  • ઊંઝા APMC ચૂંટણીમાં 94.95 ટકા મતદાન : એશિયાની પ્રથમ શ્રેણીના ઊંઝા APMCમાં ડિરેક્ટરોની ચૂંટણી પ્રક્રીયા શાંતિમય માહોલમાં સંપન્ન :APMCની આ ચૂંટણીમાં ખેડૂત વિભાગમાંથી 313 પૈકી 311 અને વેપારી વિભાગ માંથી 1631 પૈકી 1535 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો access_time 12:40 am IST