Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

કાર્તિક સાથે જામી રહી છે સારાની દોસ્તી

કેદારનાથ અને સિમ્બાની સફળતા બાદ સારા અલી ખાન હાલમાં પોતે જેની પ્રત્યે આકર્ષણ ધરાવે છે તેવા હીરો કાર્તિક આર્યન સાથે ફિલ્મ 'લવ આજકલ'ની સિકવલના શુટીંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં બંનેને જોડી જબરદસ્ત બની રહેશે તેવું જણાય છે. સારાએ એક ટોક શોમાં કહ્યું હતું કે તે કાર્તિકને પસંદ કરે છે. આ બંને વચ્ચે હવે દોસ્તી પણ જામી છે અને સાથે જોવા પણ મળે છે. ઇદના તહેવારમાં આ બંને મોઢા ચહેરા છુપાવીને બહાર નીકળ્યા હતાં. આવી એક તસ્વીર કાર્તિકે સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી છે. બંને મસ્જીદ બહાર ઉભા હોય તેવી આ તસ્વીર છે. કાર્તિકે તસ્વીર સાથે ઇદ મુબારક પણ લખ્યું હતું. સારા ફિલ્મો ઉપરાંત સોશિયલ મિડીયા અને ફોટોશૂટમાં પણ સક્રિય રહે છે. તાજેતરમાં તેણે કેટલીક હોટ તસ્વીરો પોસ્ટ કરી હતી. જે ચાહકોએ ખુબ વખાણી હતી. સારા પાસે વરૂણ ધવન સાથેની કૂલી નંબર વનની રિમેક પણ છે.

 

(9:55 am IST)
  • કઠુઆ ગેંગરેપ કેસમાં પઠાણ કોર્ટની કોર્ટે ૭માંથી ૬ આરોપી દોષિત જાહેર કર્યાઃ જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ૮ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો કેસઃ માસ્ટરમાઇન્ડ સાજીરામ, દિપક, પ્રવેશ, તિલકરાજ, આનંદ દત્તા દોષિત access_time 12:03 pm IST

  • પ્રારંભે સેન્સેકસ-નીફટી ઉછળ્યા : શેરબજારમાં તેજીનો માહોલ સવારે ૧૦-૧પ કલાકે સેન્સેકસ ર૭૧ પોઇન્ટ વધીને ૩૯૮૮૭ તથા નીફટી ૮૦ પોઇન્ટ વધીને ૧૧૯પ૦ ઉપર છેઃ ડોલર સામે રૂપિયો ૬૯.૪૪ ઉપર ટ્રેડ કરે છે access_time 11:36 am IST

  • ગુજરાતમાં ભારે વરસાદની આગાહીઃ તમામ પોર્ટ ઉપર ૧ નંબરનું સિગ્નલ લગાવાયું, ૧૨ અને ૧૩ જૂને ભારેથી અતિભારે વરસાદની આગાહી access_time 1:46 pm IST