Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

સુફિયાના પ્યાર મેરા... ફેઇમ હેલીની તબિયત બગડતાં કરવો પડ્યો આરામ

ટીવી અભિનેત્રી હેલી શાહ હાલમાં કલર્સના નવા શો 'સુફિયાના પ્યાર મેરા'માં કામ કરીને ચર્ચા જગાવી રહી છે. તે આ શોમાં ડબલ રોલ નિભાવી રહી છે. તાજેતરમાં હેલીની તબિયત બગડતાં તેને શુટીંગ કરવામાં તકલીફ પડતાં નિર્માતા પરેશાનીમાં મુકાયા હતાં. મોલમાં શુટીંગ વખતે તેની હાલત ખરાબ થઇ હતી અને ડોકટરે આરામ કરવાનું કહ્યું હતું. પરંતુ હેલીએ શુટીંગ ચાલુ રાખ્યું હતું. તેના બે દિવસ પછી સેટ પર શુટીંગ વખતે તે બેભાન થઇ ગઇ હતી. હેલી શોમાં કાયનાત અને સલ્તનત એમ બે પિત્રાઇ બહેનોના રોલમાં છે. હેલીએ કહ્યું હતું કે વાયરલ ઇન્ફેકશનને કારણે તબિયત બગડી હતી. એપિસોડનો સ્ટોક ન હોઇ ડુપ્લીકેટના સહારે નિર્માતાઓએ કામ ચલાવ્યું હતું. જો કે નિર્માતા ખુબ સારા હતાં. તેણે મને કામમાંથી રજા આપી હતી.

(9:54 am IST)
  • દિલ્હીમાં આજે ઓલ ટાઈમ હાઈ ગરમી : ૪૮ ડિગ્રી : ભયાનક હીટ-વેવમાં પાટનગર :૯ જૂન ૨૦૧૪ નો ૪૭.૮ ડિગ્રીનો રેકોર્ડ આજની ગરમીએ તોડી નાખ્યો access_time 11:29 pm IST

  • દક્ષિણ ગુજરાતમાં ભારે બફારો.... વાદળો છવાયા.. સુરત-નવસારી-વલસાડ-બારડોલી સહિતના વિસ્તારોમાં લોકો પરસેવે રેબઝેબ access_time 3:57 pm IST

  • કેરળમાં ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માતમાં આઠ લોકોના મોત :કેરળના પલક્કડ જિલ્લાના થાનેસરમાં એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અક્સ્માત : એમ્બ્યુલન્સમાં સવાર 8 લોકોના ધટના સ્થળે મોત : એમ્બ્યુલન્સમાં કાર અક્સ્માતમાં ઘાયલ લોકોને પલક્કડની હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવતા હતા ત્યારે ટ્રક સાથે અકસ્માત નડ્યો :મૃત્યુ પામેલા લોકો પટ્ટાંબીના રહેવાસી access_time 12:47 am IST