Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

દાયકા પહેલા રિલીઝ થયેલ ‘અવતાર' ફિલ્‍મની સિક્‍વલ જેમ્‍સ કેમરૂનની ફિલ્‍મ ‘અવતારઃ ધ વે ઓફ વોટર'નું ટીઝર રિલીઝ

વિઝયુઅલ ઇફેક્‍ટસ ઉપર દર્શકો આફરીન થઇ ગયા

મુંબઇઃ  હોલીવુડની ફિલ્મોના શોખીનો માટે વધુ એક ફિલ્મ આવી રહી છે. જેમ્સ કેમરુનની ફિલ્મ અવતાર: ધ વે ઓફ વોટરનું ટીઝર રિલીઝ થયું છે. દાયકા પહેલા રિલીઝ થયેલી અવતાર ફિલ્મની સિક્વલ એવી આ ફિલ્મનું ટીઝર એટલું જબરદસ્ત છે કે તેના એક એક સીન પર તમારી નજર ચોંટી જશે.

ફિલ્મના ટીઝરમાં પેન્ડોરાની એકદમ આશ્ચર્યજનક દુનિયા તમને જોવા મળશે. ત્યાં રહેતા વાદળી માણસો સામાન્ય લોકો કરતા એકદમ અલગ દેખાય છે. જે પોતાની એક અલગ દુનિયામાં શાંતિથી જીવવાનું પસંદ કરે છે. આ ટીઝરમાં વાદળી રંગના લોકો તમને અન્ય સામાન્ય લોકો સાથે ભળતા જોવા મળશે. પરંતુ આ વખતે પણ તેઓ તેમના પરિવાર અને પોતાની દુનિયાને બચાવવા માટેની માથાપચ્ચી કરતા જોવા મળશે. ટીઝર જોઈને તમે ચોક્કસપણે રોમાંચિત થઈ જશો.

આ ફિલ્મનો કેટલોક ભાગ પાણીની અંદર શૂટ કરાયો છે. હાલ જો કે ફિલ્મનું ટીઝર ધૂમ મચાવી રહ્યું છે. વિઝ્યુઅલ ઈફેક્ટ્સ પર દર્શકો આફરીન થઈ ગયા છે. ફિલ્મનું ટીઝર જોઈને તમને આખી ફિલ્મ જોવાની ઉત્સુકતા વધી જશે. આ ફિલ્મ જેમ્સ કેમરૂનના દિગ્દર્શન હેઠળ બની છે જેમાં Zoe Saldana, Sigourney Weaver, Sam Worthington,  Cliff Curtis, Stephen Lang, David Moore, CCH Pounder, Edie Falco, Kate Winslet અને Jemaine Clement, જેવા અદભૂત કલાકારોએ અભિનય કર્યો છે. ફિલ્મ અંગ્રેજી, તમિલ, હિન્દી, મલિયાલમ, તેલુગુ અને કન્નડમાં 16 ડિસેમ્બર 2022ના રોજ રિલીઝ થશે.

 

(5:45 pm IST)