Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

બાળકો પાસેથી ઘણું શીખુ છું: લવિના

અભિનેત્રી લવિના ટંડને ટીવી પરદે કયુટ બાળ કલાકાર તરીકે એન્ટ્રી કરી હતી. દર્શકોએ તેને ખુબ પસંદ કરી હતી. પંદર વર્ષથી અહિ અભિનય કરી રહેલી લવિના હવે દંગલના શો નિક્કી ઓૈર જાદુઇ બબલમાં ચુડેલની ભુમિકા નિભાવી રહી છે. આ શોમાં બાળ કલાકારો સાથે કામ કરવાના પોતાના અનુભવ તેણે જણાવ્યા હતાં. તેણે કહ્યું હતું કે જ્યારે હું બાળ કલાકાર તરીકે કામ કરતી હતી ત્યારે આજના બાળકો જેવી સ્માર્ટ નહોતી. આજના બાળકોને માત્ર એક વાકય કહો ત્યાં જ તે સમજી જાય છે. એ વખતે જીવન ખુબ જ સરળ હતું. તે આગળ કહે છે હવે બધુ એક સ્પર્ધા જેવું થઇ ગયું છે. અમે નાના હતાં ત્યારે અમારા કોઓર્ડિનેટરને અમારા માટે ભુમિકા મળતી હતી અને અમે ઓડિશન માટે દોડતા હતાં. પરંતુ આજે જો તમારા ફોલોઅર્સની સંખ્યા વધુ હોય તો તમને પ્રસિધ્ધ ગણાય છે. બ્રાન્ડસ દ્વારા તમારો સંપર્ક કરવા આવે છે. એ હકિકત છે કે આજે હું સેટ પર બાળકો પાસેથી ઘણુબધુ શીખી રહી છું. તેઓ ઘણીવાર આંખ ખોલી નાંખે તેવુ જ્ઞાન આપી દે છે.

(9:44 am IST)