Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

'હાઉસફૂલ-૪' કલાકારોથી પણ 'હાઉસફૂલ': હવે નવાજુદ્દીન સિદ્દિકીની પણ એન્ટ્રી

કોમેડીથી ભરપૂર ફિલ્મનું લાંબા સમયથી શુટીંગ ચાલુ

મુંબઈ તા. ૧૦ : હાઉસફુલ ૪ને લઈ હાલ ભારે ચર્ચા છે અને લોકો આ ફિલ્મની રિલીઝનો ઈંતેજાર કરી રહ્યા છે. ત્યારે આ મલ્ટી સ્ટાર ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીની પણ એન્ટ્રી થઈ ગઈ છે. હવે નવાઝ પણ પોતાની અદાકારીથી લોકોને હસાવતા જોવા મળશે. નવાઝુદ્દીન સિદ્દીકીવાળો એ સીન જબરદસ્ત કોમેડીથી ભરેલો હશે. આ ફિલ્મને ફરહાદ નિર્દેશિત કરી રહ્યા છે. હાલ તમામ સ્ટાર્સ ફિલ્મના ગીતના શૂટિંગમાં વ્યસ્ત છે.

હાઉસ ૪ ફિલ્મમાં અક્ષય કુમાર , બોબી દેઓલ અને રિતેશ દેશમુખના અપોઝિટ કૃતિ સેનન, કૃતિ અરબંદા અને પૂજા હેગડે જોવા મળશે.

અહેવાલ મુજબ અક્ષય કુમાર એક રાજાના રોલમાં જોવા મળશે. હાલમાં જ ફિલ્મ હાઉસફુલ ૪ની કહાની લીક થઈ હતી. જેમાં માલૂમ પડ્યું હતું કે ફિલ્મમાં અક્ષય એક રાજાના રોલમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ લાંબા સમયથી ચાલી રહ્યું છે.

(2:43 pm IST)