Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

આલિયા ભટ્ટની ફિલ્મ ''રાઝી' પર પાકિસ્તાનમાં પ્રતિબંધ

વિવાદી કન્ટેન્ટ અને નેગેટિવ છાપ હોવાનું પાક,સેન્સર બોર્ડનું કથન :ડિસ્ટ્રીબ્યુટરે ફિલ્મ લેવા કર્યો ઇન્કાર

 

મુંબઈ :બોલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટ અને વિકી કૌશલની આગામી ફિલ્મ 'રાઝી'ને પાકિસ્તાનમાં પ્રતિબંધિત કરાઈ છે ભારતમાં ફિલ્મ 11 મેએ રીલિઝ થવાની છે પરંતુ પાકિસ્તાનના સેન્સર બોર્ડે ફિલ્મને લીલી ઝંડી આપી નથી તેમનું માનવું છે કે ફિલ્મમાં વિવાદિત કન્ટેન્ટ છે અને તેમાં પાકિસ્તાનની નેગેટિવ છાપ બતાવવામાં આવી છે.

   મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાનના કેટલાંક ડિસ્ટ્રીબ્યૂટરોએ પણ ફિલ્મને લેવા માટે ઇનકાર કરી દીધો છે અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ ભારત અને પાકિસ્તાનની વચ્ચે 1971માં થયેલા યુદ્ધ પર આધારિત છે. 'રાઝી' હરિન્દર સિક્કાની પુસ્તક 'કોલિંગ સહમત' પર આધારિત છે જેમાં આલિયાએ સહમત નામની એક કાશ્મીરી છોકરીની ભૂમિકા ભજવી છે.

   ફિલ્મમાં સહમતના લગ્ન એક પાકિસ્તાની સેનાના અધિકારી સાથે થાય છે. પાકિસ્તાની સેનાના અધિકારીની ભૂમિકા વિકી કૌશલએ ભજવી છે. આલિયાએ ફિલ્મમાં એક ભારતીય જાસૂસની ભૂમિકા ભજવી છે.

(11:18 pm IST)