Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ફિલ્મ 'વીરે દી વેડિંગ' નું બીજુ સોન્ગ 'ભંગડા તા સજદા' રિલિઝ :અભિનેત્રીઓ ટ્રેડિશનલ લુકમાં

નેહા કક્કડ, સૂર્યા રંગનાથન અને શ્વેતા સચદેવાએ વૉઇસ આપ્યો છે

મુંબઈ :બોલિવુડની અપકમિંગ ફિલ્મ 'વીરે દી વેડિંગ'નું બીજુ સૉન્ગ 'ભંગડા તા સજદા' રિલિઝ થયું છે આ ગીતમાં સોનમ કપૂર, કરીના કપૂર ખાન, સ્વરા ભાસ્કર અને શીખા તલસાનિયા ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે.ગીતમાં નેહા કક્કડ, સૂર્યા રંગનાથન અને શ્વેતા સચદેવાએ પોતાનો વૉઇસ આપ્યો છે, જ્યારે ગૌરવ સોલંકીએ સૉન્ગના લિરિક્સ લખ્યાં છે સૉન્ગનું મ્યૂઝિક શાસ્વત સચદેવે આપ્યું છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ફિલ્મનું પહેલુ સૉન્ગ 'તારીફાં' રિલિઝ કરાયું હતુ આ સૉન્ગને પણ ખૂબ પસંદ કરાયું હતું  સોનમ કપૂર અને આનંદ આહૂજાના વેડિંગ રિસેપ્શનમાં પણ આ સૉન્ગ ખૂબ જ વગાડવામાં આવ્યું હતુ.

   તૈમૂરના જન્મ બાદ કરીનાની કમબેક ફિલ્મ છે 'વીરે દી વેડિંગ'ને અનિલ કપૂરની દિકરી રેહા કપૂર અને એકતા કપૂરની કંપનીએ મળીને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ 1 જૂનના રિલીઝ થશે.

(8:33 pm IST)