Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

મારી જિંદગીનો સૌથી મોટો ‌નિર્ણય... મેં મારા બેસ્‍ટ ફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છેઃ નેહા ધુપિયાઅે અંગદ બેદી સાથે દિલ્હીમાં કર્યા લગ્ન

નવી દિલ્હીઃ ગત કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર અનિલ કપૂરની પુત્રી અને અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ આહૂજાના લગ્ન ચર્ચામાં છે. પરંતુ આ દરમિયાન અચાનક વધુ એક બોલીવુડ અભિનેત્રીએ લગ્ન કરી લીધા છે. 'જૂલી' 'ક્યા કૂલ હૈ હમ' જેવી ઘણી ફિલ્મોમાં નજર આવી ચૂકેલી નેહા ધૂપિયાએ એક્ટર અંગદ બેદી સાથે લગ્ન કરી લીધા છે. પંજાબી અંદાજમાં થયેલા આ લગ્નનો પહેલો ફોટો અંગદ અને નેહાએ ટ્વિટર પર થોડા સમય પહેલાં શેર કર્યો છે.

નેહા અને અંગદની સપ્રાઇઝ વેડિંગ પર કરણ જોહરે તેમને શુભેચ્છા પાઠવી છે. કરણ જોહરે આ કપલના ફોટોને શેર કરતાં લખ્યું છે કે 'મારી સ્પેશિયલ દોસ્ત નેહા ધૂપિયા, જેને હું ખૂબ પ્રેમ કરું છું, ને ટેલેંટેડ અને જેંટલમેન અંગદ બેદી સાથે લગ્ન કરી લીધા છે. હું બંનેને પ્રેમની દુવાઓ પાઠવું છું. 

તો બીજી તરફ નેહાએ પોતાનો ફોટો શેર કરતાં 'મારી જીંદગીનો સૌથી મોટો નિર્ણય...આજે મેં મારા બેસ્ટ ફ્રેંડ સાથે લગ્ન કરી લીધા છે.

નેહા ધૂપિયા હાલ એમ ટીવીના શો 'રોડીઝ એક્સટ્રીમ'માં ગેંગ લીડર બની છે. તો બીજી તરફ અંગદ બેટી તાજેતરમાં સલમાન ખાન સાથે 'ટાઇગર જિંદા હૈ' માં જોવા મળ્યો હતો. અંગદને ફિલ્મ 'પિંક'માં પણ અભિનય કર્યો છે. 

(5:59 pm IST)