Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે શ્રદ્ધા કપૂર અને સુશાંત સિંહ રાજપૂતની જોડી

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂરની જોડી રૃપેરી પડદેદેખાશે. કહેવાય છે કે દંગલ ફિલ્મના દિગ્દર્શક નિલેશ તિવારી પોતાની આગામી ફિલ્મમાં બન્નેને પ્રેમ કરતા દર્શાવશે. શ્રદ્ધા અને સુશાંત પ્રથમ વખત રૃપેરી પડદે સાથે કામ કરતા જોવા મળશે.શ્રદ્ધાએ ફિલ્મ માટે હા ભણી દીધી છે. જોકે દિગ્દર્શકે હજી ફિલ્મની સત્તાવાર ઘોષણા કરી નથી. ફિલ્મની વાર્તા પર હાલ કામ ચાલી રહ્યું . આવતા મહિને ફિલ્મ ફલોર પર જશે. સુશાંત સિંહ રાજપૂત નાના પડદેથી મોટા પડદે છલાંગ મારીને ધોનીની બાયોપિકમાં મેદાન મારી ગયો. પરંતુ તેની સાથે બોલીવૂડની ટોચની હિરોઇનો કામ કરવા રાજી થતી નથી. તેની અને ક્રિતી સેનની જોડી પણ રૃપેરી પડદે આવી ચુકી છે. સુશાંત અને અંકિતાના બ્રેકઅપ બાદ કિર્તી સાથે તેનુ નામ જોડાયું હતું. કહેવાય છે કે અંકિતા સાથેનું બ્રેકઅપનું કારણ  કિર્તી સાથેના સંબંધો હતા.

(4:54 pm IST)