Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

આ બન્ને ખાણમાંથી એક ઓનસ્ક્રિન ભજવશે ગુલશન કુમારનું પાત્ર

મુંબઈ: બોલીવુડના મિસ્ટર પર્ફેકનિસ્ટ આમિર ખાન અથવા દબંગ સ્ટાર સલમાન ખાન સિલ્વર સ્કિન પર સંગીત કંપની 'ટી-સિરીઝ'ના મલિક સ્વ.ગુલશન કુમારનું પાત્ર ભજવશે. ગુલશન કુમારના જીવન પર આધારિત ;મુગલ: ધ ગુલશન કુમાર સ્ટોરી'બની રહી છે.

પહેલા આ ફિલ્મમાં ગુલશન કુમારનું પાત્ર અક્ષય કુમાર ભજવવાનો હતો પણ અમુક કારણોસર તે આ ફિલ્મમાં કામ નહીં કરી શકે. આ ફિલ્મમાં હવે આમિર અને સલમાન ખાનનું નામ સામે આવ્યું છે. ફિલ્મના નિર્માતા ભૂષણ કુમારે આ વાતની જાહેરાત કરી છે અક્ષય કુમાર મુગલ ફિલ્મમાં કામ નથી કરતા.તો બીજી તરફ ફિલ્મના નિર્દેશે કહ્યું કે ફિલ્મની સ્કિપત લખાઈ રહી છે તેથી ફિલ્મના સ્ટાર કૅસ્ટની જાહેરાત હમણાં કરવામાં આવે નહીં.

(4:50 pm IST)