Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

કોરોનાના વધતા કેસ સામે "થલાઈવી"ની રિલીઝ ડેટ લંબાવાઈ

મુંબઈ: ભારતમાં કોવિડ -19 ની બીજી લહેર વચ્ચે કંગના રાનાઉત અભિનીત ફિલ્મ 'થલાઇવી'ની રજૂઆત મોકૂફ રાખવામાં આવી છે. આ ફિલ્મ 23 એપ્રિલે હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થવાની હતી. ફિલ્મના નિર્માતાઓ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, તમે થલાઇવા ટ્રેલર માટે જે જબરદસ્ત પ્રતિસાદ અને બિનશરતી પ્રેમ બતાવ્યા તેના માટે અમે ખૂબ આભારી છીએ. એક ટીમ તરીકે, અમે આ ફિલ્મ બનાવવામાં ખૂબ બલિદાન આપ્યું છે અને કાસ્ટ અને ક્રૂના દરેક સભ્યના આભારી છીએ જેમણે આ પડકારજનક છતાં નોંધપાત્ર પ્રવાસમાં અમારું સમર્થન આપ્યું છે. "આ ફિલ્મ ઘણી ભાષાઓમાં બનાવવામાં આવી હોવાથી, અમે તે જ દિવસે બધી ભાષાઓમાં રિલીઝ કરવા માંગીએ છીએ."

(5:47 pm IST)