Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

દીપ શિખા ચૌધરીએ કાઠિયાવાડી લઢણ સાથે ગાયેલ પ્રથમ ગીતથી છવાઈ ગયા

યુ-ટયુબ પર ધૂમ મચાવવા જાણીતા સિંગરે હવે ગુજરાતી ગીત સંગીત ક્ષેત્રે ઝંપલાવ્યું : ગુજરાતીના અલ્પ જ્ઞાન છતાં મેળવેલી સફળતા બદલ રાજકોટ મહિલા મિલન કલબ દ્વારા અભિનંદન વર્ષા

રાજકોટ તા. ૯:  યુ-ટયુબ જેના કારણે પ્રિય ગીતો ધૂમ મચાવી રહ્યા છે, તેવા જાણીતા સિંગર દીપ શિખા ચોધરી હવે ગુજરાતી ભાષામાં પણ લોક પ્રિય ગીતો વિડિયો મારફત લોકોની પ્રથમ પસંદ બની રહ્યા છે.                  

અત્રે યાદ રહે કે દેશ વિદેશની આર્ટ ગેલેરીઓમાં જેમના ચિત્રો ગુજરાતની આન બાન અને શાન વધારી રહ્યા છે તેવા અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશનર અજય કુમાર ચૌઘરીના પત્ની છે, દીપ શિખા ચોધરી મૂળ બિહારના સાસારામના વતની છે,સ્વાભાવિક રીતે તેવો ગુજરાતી ભાષાથી ઓછા પરિચિત છે,આમ છતાં તેવો દ્વારા સરસ્વતી સ્ટુડિયોના માધ્યમ થી શ્યામ વિનાની રાધા અધૂરી,દિલની દિલની છે કહાણી, જેવા ગુજરાતી શબ્દો ખૂબ સરસ રીતે ગીતમાં ગાવા સાથે વાટુ જોવે જેવા કાઠિયાવાડી શબ્દોના લઢણ સાથેના શૂર શબ્દોને પણ સુંદર ન્યાય આપ્યો છે.                                       

આવી સુંદર રચના ગુજરાતી કાઠિયાવાડી મિક્ષરિત શબ્દોમાં સુંદર રીતે રજૂ કરવા બદલ મહિલા મિલન કલબના પ્રમુખ રીટાબેન કોટક,જ્યોતિબેન ગણાત્રા,લતાબેન રાયચુરા,જ્યોત્સનાબેન માણેક, જીતુબેન પોપટ સહિતની ટીમે બિરદાવી કોરોના મહામારી પરિસ્થિત હળવી થતાં રાજકોટમાં મહિલા મિલન કલબ દ્વારા સભ્યોની લાગણી અને માંગણી ધ્યાને લઈ દીપ શિખા બેનના સુરીલા ગિત સંગીત કાર્યક્રમનું રાજકોટ ખાતે આયોજન કરવાની પણ ઈચ્છા જાહેર કરી છે.

(2:52 pm IST)
  • રાજકોટ મહિલા ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી સહિત તેમના પૂરા પરિવારને વળગ્યો કોરોના : તેમના પતિ બકુલભાઈ, બન્ને પુત્રો, પુત્રવધુ સહિત બાળકો પણ કોરોના સંક્રમિત થતા પરિવારમાં હડકંપ મચી ગયો access_time 11:39 pm IST

  • રાજકોટની પંચનાથ હોસ્પિટલમાં આવતીકાલે સીટીસ્કેન અને લેબોરેટરી વિભાગ ચાલુ રહેશે : કોરોનાની મહામારીને પગલે દર્દીઓ હેરાન ન થાય અને સુવિધાઓ મળી રહે તે માટે પંચનાથ હોસ્પિટલમાં આવતીકાલે સીટી સ્કેન વિભાગ અને હોસ્પિટલ વિભાગ ચાલુ રહેશે તેમ દેવાંગ માંકડે જણાવ્યુ છે. access_time 4:27 pm IST

  • દેશમાં કોરોનાના કેસમાં ભયાનક ઉછાળો : અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,52,419 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,33,55,319 :એક્ટિવ કેસ 11,02,316 થયા વધુ 90,237 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,20,78,242 થયા :વધુ 837 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,69,304 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 55,411 નવા કેસ નોંધાયા : છત્તીસગઢમાં 14,098 કેસ જયારે ઉત્તર પ્રદેશમાં 12,748 કેસ નોંધાયા access_time 1:03 am IST