Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કેન્‍સર સામે લડવા મેં રોગ પ્રતિકારક શકિત વધારવા માટે ઘણુ રિસર્ચ કર્યુ હતું: અભિનેત્રી સોનાલી બેન્દ્રે

નવી દિલ્હી: સોનાલી બેન્દ્રેની ગણતરી બોલિવૂડની ફેમસ હિરોઇન તરીકે થાય છે. હાલમાં સોનાલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એવો વીડિયો શેયર કર્યો છે જે શરીરની ઇમ્યુનિટીને વધારવામાં મદદ કરે છે. કેન્સર સામે જંગ જીતનારી સોનાલી બેન્દ્રેએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સિક્રેટ ટિપ્સ આપી છે.

સોનાલીએ કેપ્શનમાં લખ્યું કે, આ કઠિન સમયમાં આપણે સૌ જાણીએ છીએ કે સ્ટ્રોંગ રોગપ્રતિકારક શક્તિકેટલી મહત્ત્વની છે. કેન્સર સામે લડવા સમયે મેં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘણું રિસર્ચ કર્યું હતું. ત્યારબાદ મેં એક ઉપાયની શરૂઆત કરી જે હવે આદત બની ગઈ છે. આ સ્ટેપ્સ ઘણા સરળ છે અને હું આને અજમાવી ચૂકી છું. કિમોથેરાપી દરમ્યાન હું આના કારણે ઇન્ફેક્શનથી બચી હતી અને મને લાગે છે કે આ સિક્રેટ ફોર્મ્યુલા તેના માટે જવાબદાર છે. આ હું તમારી સાથે શેર કરું છું, આશા છે કે તમને પણ આ મદદરૂપ થશે.

સોનાલીએ પ્રથમ પગલું બાફ લેવાને ગણાવ્યું છે. જે સામાન્ય રીતે આપણે શરદી ઉધરસ કે બ્યૂટી માટે અપનાવીએ છીએ. બીજું પગલું ગરમ ​​પાણીનો ગ્લાસ છે. ત્રીજા પગલામાં સોનાલી પાલક, અખરોટ, આમળા, ગાજર, હળદર, આદુ, બદામ, તજ, સુકા દ્રાક્ષ અને બ્લુબેરીનો શેક પીવાની સલાહ આપે છે.

(4:57 pm IST)