Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ફરહાને વધાર્યુ પંદર કિલો વજન

ફરહાન અખ્તર આગામી ફિલ્મ તૂફાનમાં બોકસરનો રોલ નિભાવી રહ્યો છે. આ માટે તેણે સખ્ત મહેનત કરી છે. રોલ માટે ફિટ થવા ફરહાનને નિર્દેશકે સુચનો આપતાં તેણે છ અઠવાડીયા સુધી મહેનત કરી પંદર કિલો વજન વધારી લીધુ હતું. તૂફાનનો પહેલો લૂક પણ સામે આવી ગયો છે. જેમાં ફરહાન મુક્કેબાજી કરતો જોવા મળી રહ્યો છે. ફરહાન પડકારરૂપ ભુમિકાઓ નિભાવવા માટે જાણીતો છે. આ પહેલા પણ તેણે આ વાતની સાબિતી આપી દીધી છે. તે અસલી જીવનમાં પણ પોતાની ફિટનેસને લઇને સતત ગંભીર રહે છે અને ચોક્કસ નિયમોનું પાલન કરે છે. આ ફિલ્મમાં તેને એક સ્પોર્ટસપર્સનનો રોલ નિભાવવાનો હોઇ તેણે બોડી ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું છે. પોતાના રોલ માટે મુક્કાબાજીનું પણ ખાસ શિક્ષણ લીધુ છે. અગાઉ ફરહાને ભાગ મિલ્ખા ભાગ માટે પોતાનું વજન ઘટાડી દમદાર બોડી બનાવ્યું હતું. હવે છ અઠવાડીયામાં પંદર કિલો વજન વધારી રોલ માટે પરફેકટ બન્યો હતો. ફરહાન કહે છે મારા માટે ફિટનેસ એ જીવન જીવવાનું એક અગત્યનું પાસુ છે.

(9:59 am IST)