Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

પાંચ ભાષામાં બનશે સુપરસ્ટાર અલ્લુ અર્જૂનની ફિલ્મ

સાઉથની અનેક સુપરહિટ ફિલ્મો અલગ-અલગ ભાષામાં ડબીંગ થઇને અસંખ્ય ચાહકો જોતાં થઇ ગયા છે. બોલીવૂડની ફિલ્મના ચાહકો પણ હવે સાઉથની ફિલ્મો કે જે હિન્દી ડબ સાથે સતત ટીવી ચેનલો પર દેખાડવામાં આવે છે તે કારણે આવી ફિલ્મોના ચાહક બન્યા છે અને ત્યાંના સુપરસ્ટારને ઓળખતા પણ થયા છે. આવા જ એક સુપરસ્ટાર અલ્લુ અર્જુને તાજેતરમાં આઠમીએ પોતાનો જન્મદિન ઉજવ્યો હતો. એ સાથે જ એક મહાત્વાકાંક્ષી ફિલ્મ 'પુષ્પા'ની જાહેરાત કરી હતી. આ ફિલ્મ હિન્દી સહિત પાંચ અલગ-અલગ ભાષામાં રિલીઝ થશે. આ ફિલ્મનો પહેલો લૂક અલ્લુએ સોશિયલ મિડીયા પર પોસ્ટ કર્યો છે. ફિલ્મનું નિર્દેશન સુકુમાર ગારૂ કરી રહ્યા છે. પોસ્ટરમાં અલ્લુ અર્જુન એકદમ રફ એન્ડ ટફ લૂકમાં છે. દાઢી-વાળ વધેલા છે અને મેલા જેવા કપડા તથા ચપ્પલ પહેરીને બેઠેલો તથા પાછળ પોલીસ ઉભેલી દેખાય છે. પુષ્પા ફિલ્મ તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થશે. અગાઉ અલ્લુએ આર્ય, આર્ય-૨ સહિતની સુપરહિટ ફિલ્મો આપી છે. સુકુમાર સાથે તે ત્રીજી વખત કામ કરી રહ્યો છે.

 

(9:58 am IST)