Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કાર્તિક આર્યનના ફરી વખાણ

અભિનેતા કાર્તિક આર્યને બોલીવૂડમાં સ્થાન બનાવી લીધુ છે. એક પછી એક મોટી ફિલ્મો તેને મળવા માંડી છે. તેના અભિનયના પણ મોટા મોટા કલાકારો, નિર્માતા, નિર્દેશકો વખાણ કરતાં થઇ ગયા છે. થોડા સમય પહેલા કંગના રનોૈતે કાર્તિકના વખાણ કર્યા હતાં. હવે શત્રુઘ્ન સિન્હાએ પણ કાર્તિકને વખાણ્યો છે. કાર્તિકને તાજેતરમાં તેની ફિલ્મ પતિ પત્નિ ઓૈર વોના દમદાર અભિનય બદલ એવોર્ડ મળ્યો હતો. તેની ચિન્ટૂ ત્યાગીની મજેદાર ભુમિકા દર્શકોને ખુબ ગમી હતી.   આ સુપરહિટ ફિલ્મ તાજેતરમાં ટીવી પર પણ દેખાડાઇ હતી. હવે આ ફિલ્મ ડિજીટલ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે. આ કારણે હવે નાના પરદે પણ કાર્તિકે ધૂમ મચાવી દીધી છે. કાર્તિકના અભિનયના હવે શત્રુઘ્ન સિન્હાએ વખાણ કર્યા છે. ટ્વિટર પર તેણે લખ્યું હતું કે લોકડાઉનમાં મેં કાર્તિકની પતિ પત્નિ ઓૈર વો ફિલ્મ જોઇ, તેનો અભિનય મને ખુબ પસંદ પડ્યો છે. તેણે કહ્યું હતું કે કાર્તિકનું ભવિષ્ય ખુબ ઉજ્જવળ છે.

(9:58 am IST)
  • પોરબંદરના કોરોના સંક્રમિત મહિલા દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી : કોરોના પોઝિટિવ 48 વર્ષના મહિલા સંપૂર્ણ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા : ઘરે પહોંચતા લતાવાસીઓએ તાળીઓ પાડીને સ્વાગત કર્યું : મહિલાએ કહ્યું હિંમત રાખી કોરોના સામે લડવું : આત્મવિશ્વાસ રાખવો જરૂરી છે access_time 9:56 pm IST

  • સુરત અમરોલીમાં ખાલી ડબ્બા સાથે મહિલાઓ નીકળી પડી : ભારે રોષ : સુરતમાં અમરોલી પંથકમાં લોકડાઉનના ૧૭માં દિવસે ગરીબ - મધ્યમ વર્ગની મહિલાઓ અનાજના ખાલી ડબ્બા સાથે ઘર બહાર નીકળીને સરકાર પાસે અનાજ માગી રહી છે : રોજેરોજનું કમાઈને ખાનારાની સ્થિતિ કફોડી બની છે : અમરોલીમાં લોકોના ઘરોમાં અનાજ ખૂટી પડતા ખાલી ડબ્બા સાથે બહેનો નિકળી પડી છે : કામ ઉપર જઈ શકાતુ નથી અને સરકારી અનાજ મળ્યુ નથી તો જીવન કેમ ચલાવવુ? access_time 4:23 pm IST

  • કપાસીયા તેલમાં રૂ.૩૦નો ઉછાળોઃ ડબ્બાના રૂ.૧૪૪૦: લોકડાઉનમાં કાચા માલની અછતના લીધે કપાસીયા તેલમાં જબરો ઉછાળો આવ્યો છેઃ ડબ્બાના રૂ.૧૪૪૦ થઇ ગયા છે જયારે સિંગતેલનો ભાવ હાલમાં ડબ્બાના રૂ.૨૨૫૦ આસપાસ હોવાનું જાણવા મળે છે. access_time 11:26 am IST