Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ટીવી શોમાંથી ફિલ્મના પરદે પહોંચશે તેજસ્વી

ટીવી પરદાના રિયાલીટી શો ખતરો કે ખિલાડીની આ વખતની સિઝનમાં ભાગ લઇ રહેલી અભિનેત્રી તેજસ્વી પ્રકાશને આ શોના હોસ્ટ અને બોલીવૂડના નિર્માતા-નિર્દેશક રોહિત શેટ્ટીની ફિલ્મ મળી જતાં તે અત્યંત ખુશ થઇ ગઇ છે. શોમાં અનેક સ્પર્ધકો ભાગ લઇ રહ્યા છે. પણ તેમાં તેજસ્વી પ્રકાશ વધુ જાણીતી છે. તે બીજાથી અલગ ચાલે છે, રોહિત સાથે ચડભડ કરવામાં પણ ડરતી નથી. પોતાની ચુલબુલી અદાથી દર્શકોનું પણ ખુબ મનોરંજન કરતી રહે છે. રોહિત પણ તેજસ્વીને પસંદ કરે છે. કદાચ આ કારણે જ રોહિતે તેજસ્વીને એક મોટી તક આપી છે. રોહિત એક મરાઠી ફિલ્મ બનાવી રહ્યો છે. તેમાં તેજસ્વીને મુખ્ય રોલ આપ્યો છે. તેજસ્વીએ કહ્યું હતું કે હું ભાગ્યશાળી છું કે મને રોહિતની પહેલી મરાઠી ફિલ્મમાં લીડ રોલ નિભાવવાની તક મળી. આ ફિલ્મનું નિર્માણ  રોહિત કરશે. ફિલ્મનું નામ 'સ્કૂલ કોલેજ આણી લાઇફ' રખાયું છે. નિર્દેશનની જવાબદારી વિહાન સૂર્યવંશીને સોપાઇ છે. આ ફિલ્મ ઝડપથી બનશે.

(9:57 am IST)