Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે આયુષ્માન-ભૂમિની જોડી

મુંબઈ:દમ લગા કે હઈશા અને શુભ મંગલ સાવધાન જેવી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકેલા આયુષમાન ખુરાના અને ભૂમિ પેડણેકરની જોડી વધુ એક ફિલ્મમાં સ્ક્રીન શેર કરવાની છે. બંનેની જોડીને ફિલ્મ બાલા માટે ફાઇનલ કરવામાં આવી છે. ફિલ્મનું દિગ્દર્શન અમર કૌશિક કરશે. ફિલ્મ બાલામાં આયુષમાન ખુરાના એકદમ નવા લુકમાં એટલે કે મુંડન કરાવેલા લુકમાં જોવા મળશે. ભૂમિ સાથે અભિનેતાની ત્રીજી ફિલ્મ છે. ભૂમિ અને આયુષમાનની રોમેન્ટિક કેમિસ્ટ્રી વધુ એકવાર દર્શકોને જોવા મળશે. ફિલ્મ ઓછી વયમાં વાળ ખરી પડવાની સમસ્યાથી પીડિત યુવાન પર આધારિત છે.

(5:25 pm IST)